ખેડામાં વધુ એક ભૂતિયા શિક્ષિકાનો પર્દાફાશ, નોકરી ચાલુ ‘ને પોતે વિદેશમાં!
નડિયાદઃ ખેડામાં વધુ એક ભૂતિયા શિક્ષિકાનો પર્દાફાશ થયો છે. નડિયાદની હાથજ પ્રાથમિક શાળામાં પણ ભૂતિયા શિક્ષિકા સામે આવ્યા છે. વિદેશમાં હોવા છતાં શિક્ષિકાની નોકરી ખેડામાં ચાલુ હતી. ઉલ્લેખનીય છે કે, સોનલ પરમાર એક વર્ષથી વિદેશમાં છે. 1 સપ્ટેમ્બર 2023થી શિક્ષિકા શાળામાં ગેરહાજર છે.
શિક્ષણ વિભાગનું NOC લીધા વગર અમેરિકા જતાં રહ્યા છે. ત્યારે સોનલ પરમાર વિદેશ જતા રહેતા શિક્ષકોની ઘટ પડે છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જાણ કરવામાં આવી છે. શિક્ષિકા સોનલ પરમારને ગેરહાજરી અંગે નોટિસ પણ આપવામાં આવી છે. નોટિસનો આજ સુધી નથી સોનલ પરમારે જવાબ આપ્યો નથી.
શું છે સરકારી શિક્ષકોનો રજાનો નિયમ?
શિક્ષકને વેકેશન મળતું હોવાથી એને અન્ય રજાઓ મળતી નથી. શિક્ષકોને ફક્ત 20 મેડિકલ રજા અને ક્લાર્કને 30 હક્ક રજા મળે છે. પ્રાથમિક શિક્ષણ નિયામકના નિયમ મુજબ વધુમાં વધુ 90 LWP મળે છે. નાણાં વિભાગના પરિપત્ર મુજબ વધુમાં વધુ 550 LWP મળી શકે છે. શિક્ષક જાણ કર્યા વગર એક વર્ષથી વધુ ગેરહાજર રહે તો તેનું સ્વરાજીનામું માની લેવાય છે.