October 5, 2024

India VS Zimbabwe: ટીમ ઈન્ડિયાની હાર બાદ ગિલના નામે શરમજનક રેકોર્ડ

India vs Zimbabwe: વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ રમાઈ ગઈ છે. આ ટીમની કમામ ગિલને સોંપવામાં આવી છે. પહેલી વખત ટીમ ભારત કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. જોકે આઈપીએલ 2024 દરમિયાન ગુજરાતની ટીમની કપ્તાની કરી હતી. પરંતુ કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું.

મહત્વની વાત એ છે કે ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટા ભાગે સારું પ્રદર્શન જોવા મળ્યું છે. 2 વખત ભારત હાર્યું હતું તેમાં મહેન્દ્ર સિંહ ધોની અને અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ફરી એક વખત શુભમન ગિલની કેપ્ટનશીપમાં ઝિમ્બાબ્વ સામે હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. હવે 3 વખત ઝિમ્બાબ્વે T20I મેચમાં ભારત હાર્યું છે.

બંને ટીમો વચ્ચે આવો રેકોર્ડ છે
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે અત્યાર સુધીમાં કુલ 8 T20 ઈન્ટરનેશનલ મેચ રમાણી હતી. બંને ટીમો છેલ્લી વખત T20 વર્લ્ડ કપ 2022માં આમને સામને આવી હતી. જેમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. વર્ષ 2015માં ઝિમ્બાબ્વેની ટીમે T20 ઈન્ટરનેશન મેચમાં ભારતને 10 રને હરાવ્યું હતું. વર્ષ 2016 માં, ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગઈ હતી. ઝિમ્બાબ્વેએ શ્રેણીની પ્રથમ ટી20 મેચમાં ભારતને 2 રને હરાવ્યું હતું. હવે 13 રનથી શુભમનની કપ્તાનીમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: Indian Women cricket Team: T20 એશિયા કપ માટે Indian Teamની જાહેરાત

બંને ટીમના 11 રમી રહ્યા હતા
ભારત: રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટ-કીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર, શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, રુતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, ખલીલ અહેમદ.

ઝિમ્બાબ્વે: ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મેડેન્ડે (wk), વેસ્લી માધવેરે, તદીવનાશે મારુમાની, નિર્દોષ કૈયા, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), લ્યુક જોંગવે, બ્લેસિંગ મુઝારાબાની, ટેન્ડાઈ ચતારા.