November 22, 2024

ચીનના શ્વાસ અધ્ધર કરવા ભારત લદાખમાં બનાવશે દુનિયાની સૌથી ઊંચી ટનલ

કારગિલ: લદ્દાખના કારગીલમાં શિંકુન લા ટનલ પ્રોજેક્ટ પર કામ શરૂ થવા જઈ રહ્યું છે. શુક્રવારે કારગિલ પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ ટનલ બનાવવા માટે પહેલો બ્લાસ્ટ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં 4.1 કિમી લાંબી ટ્વીન-ટ્યુબ ટનલનો સમાવેશ થાય છે. તે નિર્માણ નિમુ-પદુમ-દારચા રોડ પર લગભગ 15,800 ફૂટની ઉંચાઈ પર કરવામાં આવશે. આ સાથે લેહ સાથે તમામ સિઝનમાં કનેક્ટિવિટી સ્થાપિત થશે.

આ દુનિયાનો સૌથી ઊંચી ટનલ હશે. PMOના જણાવ્યા અનુસાર શિંકુન લા ટનલ માત્ર આપણા સશસ્ત્ર દળો અને સાધનોની ઝડપી અને કાર્યક્ષમ હિલચાલને સુનિશ્ચિત નહિ કરે, પરંતુ સાથે સાથે લદ્દાખમાં આર્થિક અને સામાજિક વિકાસને પણ વેગ આપશે.

લદાખ સરહદે પહોંચવું બનશે ઝડપી
આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા બાદ સમગ્ર વર્ષ દરમિયાન તમામ મૌસમમાં લદ્દાખમાં સૈનિકો અને શસ્ત્રોનું પરિવહન કરવું સરળ બનશે. ચીન સાથેની સરહદ પર સતત તણાવ રહેતો હોય છે, એવામાં આ પ્રોજેક્ટથી સેનાના જવાનોને નવો આત્મવિશ્વાસ મળશે. લદ્દાખના સરહદી વિસ્તારોમાં પહોંચવા માટે આ સૌથી નાનો રસ્તો હશે. એલએસી અને એલઓસી પર સેનાને તાત્કાલિક પહોંચવામાં મદદરૂપ થશે.