September 21, 2024

એશિયા કપ 2024માં આ દિવસે રમાશે ભારત-પાકિસ્તાનની મેચ

INDIA vs PAKISTAN: તમામ ક્રિકેટ ચાહકો પાકિસ્તાન અને ઈન્ડિયાની મેચની રાહ જોતા હોય છે. ત્યારે એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ 2024ના શેડ્યૂલની જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. ગત સિઝનમાં પણ આ ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો.

આ 8 દેશો વચ્ચે ટુર્નામેન્ટ રમાશે
એશિયા કપ 2024માં ભાગ લેનારી આઠ ટીમોમાંથી પાંચ એશિયન ક્રિકેટ કાઉન્સિલના સંપૂર્ણ સભ્ય દેશો હશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો છે. બાકીના ત્રણ દેશો યુએઈ, ઓમાન અને હોંગકોંગ છે. ભારત Aનો મુકાબલો પાકિસ્તાન A સાથે થવાનો છે. તે 19 ઓક્ટોબરે રમાશે. તમને જણાવી દઈએ કે દરેક ગ્રુપની ટોચની બે ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. બંને સેમિફાઇનલ મેચ 25 ઓક્ટોબરે રમાશે.

આ પણ વાંચો: અશ્વિન અને જાડેજાએ તોડ્યો 24 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ

મેન્સ ટી20 ઇમર્જિંગ એશિયા કપ 2024નું સંપૂર્ણ શેડ્યૂલ
18 ઓક્ટોબર: બાંગ્લાદેશ A VS હોંગકોંગ
18 ઓક્ટોબર: શ્રીલંકા A VS અફઘાનિસ્તાન એ
19 ઓક્ટોબર: UAE vs ઓમાન
19 ઓક્ટોબર: ભારત A VS પાકિસ્તાન એ
20 ઓક્ટોબર: શ્રીલંકા A VS હોંગકોંગ
20 ઓક્ટોબર: બાંગ્લાદેશ A VS અફઘાનિસ્તાન એ
21 ઓક્ટોબર: પાકિસ્તાન A vs ઓમાન
21 ઓક્ટોબર: ભારત A VS UAE
22 ઓક્ટોબર: અફઘાનિસ્તાન A VS હોંગકોંગ
22 ઓક્ટોબર: શ્રીલંકા A vs બાંગ્લાદેશ A
23 ઓક્ટોબર: પાકિસ્તાન A vs UAE
23 ઓક્ટોબર: ભારત A vs ઓમાન
25 ઓક્ટોબર: સેમિ-ફાઇનલ 1
25 ઓક્ટોબર: સેમિ-ફાઇનલ 2
ઑક્ટોબર 27: ફાઇનલ