July 2, 2024

સુપર-8 મુકાબલા પહેલા ભારતને મોટો ઝટકો, આ દિગ્ગજ ખેલાડી ઈજાગ્રસ્ત

India vs Afghanistan: ટી-20 વર્લ્ડ કપ 2024માં ગ્રુપ સ્ટેજની તમામ મેચો સમાપ્ત થઈ ગઈ છે અને હવે સુપર 8 મેચો માટે ટીમો અમેરિકાથી વેસ્ટ ઈન્ડિઝ આવી છે. ભારત સુપર 8ની પોતાની પ્રથમ મેચ 20 જૂને બાર્બાડોસમાં અફઘાનિસ્તાન સામે રમશે. આ પહેલા ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિશ્વના નંબર 1 ટી-20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત છે.

સૂર્યકુમાર નેટ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. થ્રોડાઉનનો સામનો કરતી વખતે બોલ તેના હાથમાં અથડાયો હતો. જો કે, ફિઝિયોએ તરત જ તેને જોયો અને સારવાર આપી હતી. આ દરમિયાન સૂર્યા ખૂબ જ પીડામાં જોવા મળી રહ્યો હતો. જોકે તેની ઈજા કેટલી ગંભીર છે તે અંગે ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ સત્તાવાર અપડેટ નથી મળ્યું. જોકે પેઈનકિલર સ્પ્રે પછી સૂર્યા ફરીથી નેટમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: IND vs AFG: અફઘાનિસ્તાન સામે સિરાજનું પત્તું કપાશે, શું આ બોલર વાપસી કરશે?

અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા 17 જૂને ભારતે વૈકલ્પિક તાલીમ લીધી હતી. તેમાં તમામ ખેલાડીઓ હાજર ન હતા. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે બેટ્સમેનોને થ્રોડાઉનની મદદથી પ્રેક્ટિસ કરાવી હતી. તમને જણાવી દઈએ કે બાર્બાડોસ પહોંચ્યા બાદ ખેલાડીઓએ બીચ પર વોલીબોલની મજા માણી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અફઘાનિસ્તાન ઉપરાંત ભારત 22 જૂને બાંગ્લાદેશ સાથે અને 24 જૂને ઓસ્ટ્રેલિયા સાથે સુપર 8માં મેચ રમશે.

IND vs AFG માટે ટીમ ઈન્ડિયાના સંભવિત પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દૂબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.