September 20, 2024

ગુજરાતના અનેક વિસ્તારમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા, જાણો ક્યાં ક્યાં વરસાદ પડશે

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સુરત, વલસાડ, દહાણુ, નવસારી, બીલીમોરા, વાપી, ઓલપાડ, ઉના, દીવ, દમણ, કોડીનાર, પાલીતાણા, ભાવનગર, સિહોર જેવા વિસ્તારમાં મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત સેલવાસ, વ્યારા, ધરમપુર, સાપુતારા, બારડોલી, વાંસદા, વ્યારા, કોસંબા, હાંસોટ, દહેજ, મહુવા, રાજુલા, વેરાવળ, માંગરોળ, કેશોદ, અમરેલી, સાવરકુંડલા, બરવાળા, બોટાદ, ગઢડા જેવા વિસ્તારોમાં હળવો વરસાદ વરસે તેવી શક્યતા છે.

રાજ્યના સુરેન્દ્રનગર, અમદાવાદ અને આસપાસના જિલ્લાઓ તથા ઉત્તર ગુજરાત અને પૂર્વીય કચ્છમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહે તેવી શક્યતા છે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી જેટલું રહે તેવી શક્યતા છે.