IND vs ZIM: આ ખેલાડીએ ભારત માટે ડેબ્યુ કર્યું, શુભમનની કેપ્ટનશીપમાં મળી તક
IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. જેમાં પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ સીરીઝની બીજી મેચ શરૂ થઈ ગઈ છે. આ સીરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગીલે ટોસ જીત્યો છે. ટોસ જીતીને ગીલે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મહત્તવની વાત એ છે કે ગીલની કપ્તાનીમાં એક ખેલાડીને ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે.
ડેબ્યૂ કરવાનો મોકો
આ સીરીઝની બીજી મેચ શરૂ થઈ ગઈ છે. જેમાં ગીલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જોકે ગીલે એકવાર થયેલી ભૂલ બીજી વાર ના કરવાનું વિચાર્યું લાગે છે. કારણ કે પ્રથમ મેચમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ નિર્ણય આગલ જઈને ખોટો સાબિત થયો હતો. આખરે આ વખતે ગીલે એ ભૂલ ના કરી અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં એક ખેલાડીને ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ સાઈ સુદર્શન છે. આ શ્રેણીની આ ચોથી ડેબ્યૂ છે. પહેલી મેચમાં અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રેયાન પરાગનું નામ સામેલ હતું. આ ત્રણેય ખેલાડીઓ બીજી મેચમાં પણ રમી રહ્યા છે.
આ પણ વાંચો: IND vs ZIM 2nd T20I: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે મેચ, જાણો કેવી રીતે જોશો લાઈવ મેચ
બંને ટીમના 11 રમી રહ્યા છે
ભારત (પ્લેઈંગ ઈલેવન):સાઈ સુદર્શન, રિયાન પરાગ, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટમાં), વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, રૂતુરાજ ગાયકવાડ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર.
ઝિમ્બાબ્વે (પ્લેઈંગ ઈલેવન): વેસ્લી માધવેરે, ઈનોસન્ટ કૈયા, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મેડેન્ડે (ડબ્લ્યુ), વેલિંગ્ટન મસાકાડઝા, લ્યુક જોંગવે, બ્લેસિંગ મુઝારાબાની, ટેન્ડાઈ ચતારા.