September 17, 2024

IND vs ZIM Probable Playing-11: શુભમન ગિલ સિરીઝ જીતવા માટે મોટું પગલું ભરશે?

IND vs ZIM Probable Playing-11:  ભારતીય ટીમે પ્રથમ મેચ હાર્યા બાદ જોરદાર વાપસી કરી હતી. 2 મેચમાં જીત મેળવી છે. આજની ચોથી મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયા પુરો પ્રયત્ન કરશે. આજની મેચમાં ટીમ ભારતની કમાન સંભાળનાર શુભમન ગિલ પ્લેઈંગ-11માં એક ફેરફાર કરી શકે છે.

જીતવાનો પ્રયાસ કરશે
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે અને ત્યાં પાંચ મેચની T20 શ્રેણી રમી રહી છે. 2 મેચમાં જીત અને 1 મેચમાં હાર થઈ છે. આજની મેચ જીતવા માટે ટીમ ભારત પુરો પ્રયત્ન કરશે.  છેલ્લી મેચના પ્લેઇંગ-11 જોઈને એવું લાગી રહ્યું છે આ વખતે ટીમ ઈન્ડિયા કોઈ ફેરફાર કરશે નહીં. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો તેમાં બદલાવ થઈ શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ-11
અભિષેક શર્મા, રુતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર.

આજનું હવામાન
જો શ્રેણીની ચોથી T20 મેચ દરમિયાન હરારેમાં હવામાનની વાત કરીએ તો, મેચ સ્થાનિક સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે ભારતીય સમય પ્રમાણે 4:30ના શરૂ થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાન લગભગ 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે, જ્યારે પવનની ઝડપ 9 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આવી સ્થિતિમાં, ઝડપી બોલરો પણ શરૂઆતના સમયગાળામાં નવા બોલથી પીચમાંથી મદદ લેતા જોવા મળી શકે છે.અને તે સમયે એક્યુવેધરના અહેવાલ મુજબ, તાપમાન લગભગ 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે, જ્યારે પવનની ઝડપ 9 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે.