રાજકોટમાં મચ્છીનો ઉપદ્રવ વધ્યો, મનપા દ્વારા મચ્છીના નિરાકરણ માટે ફોગિંગ કરવામાં આવ્યું
Rajkot News: રાજકોટમાં રાજમાર્ગો પર મચ્છીનો ઉપદ્રવ વધ્યો હોવાનું સામે આવ્યું છે. વાહનચાલકોને મચ્છીના ઉપદ્રવથી પરેશાન થઈ રહ્યા છે. મનપા દ્વારા મચ્છીના નિરાકરણ માટે ફોગિંગ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ થઈ શકે છે લાગુ, આજે બપોરે 12:15 કલાકે રાજ્ય સરકારની પ્રેસ કોન્ફરન્સ
મચ્છીનું પ્રમાણ વધ્યું
રેસકોર્સ રીંગ પર મચ્છીનો ત્રાસ ડામવા ફોંગિંગની ગાડીઓ મૂકવામાં આવી છે. રાજકોટમાં દરેક મુખ્ય માર્ગો પર ફોગીંગ કરવામાં આવશે. ડબલ સિઝનને કારણે મચ્છીનું પ્રમાણ વધી રહ્યું છે. મચ્છીનું પ્રમાણ વધતા ખેડૂતોને પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.