March 17, 2025

હ્યુસ્ટનથી ન્યૂયોર્ક જતી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટમાં ટેકઓફ દરમિયાન આગ લાગી

United Airlines flight Fire: હ્યુસ્ટનથી ન્યૂયોર્ક જતી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટને ટેકઓફ દરમિયાન આગ લાગતાં તેને ખાલી કરાવવી પડી હતી. FAAના જણાવ્યા મુજબ યુનાઈટેડ એરલાઈન્સ ફ્લાઇટ 1382ના ક્રૂએ રવિવારે સવારે 8:35 વાગ્યાની આસપાસ “એન્જિનમાં ખામી હોવાના કારણે” જ્યોર્જ બુશ ઈન્ટરકોન્ટિનેન્ટલ હ્યુસ્ટન એરપોર્ટ પરથી તેમનું ટેકઓફ અટકાવવું પડ્યું હતું.

હ્યુસ્ટન ફાયર વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક મુસાફરોએ વિમાનમાંથી ઉતરવા માટે ઈમરજન્સી સ્લાઈડનો ઉપયોગ કરવો પડ્યો હતો. વીડિયોમાં બતાવે છે કે ફ્લાયર્સનું એક જૂથ ટાર્મેક પર ઊભું છે. જોકે સદનસીબે દુર્ઘટનામાં કોઈ ઈજાઓ નોંધાઈ નથી.