અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને C-17 વિમાન રવાના થયું, આજે રાત્રે ભારત પહોંચશે

Donald Trump: ટ્રમ્પે ગેરકાયદે રહેતા ભારતીયોને હાંકી કાઢવાનું શરૂ કરી દીધું છે. એક માહિતી પ્રમાણે ઇમિગ્રન્ટ્સને લઈને લશ્કરી વિમાન અમેરિકાથી રવાના થઈ ગયું છે. આજે રાત્રના સમયે તે ભારત પહોંચી શકે છે.
આ પણ વાંચો: કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન, વિધાનસભા જવા સરકારી બસનો જ ઉપયોગ કરતા
24 કલાક સુધી પહોંચશે
એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે કે C-17 વિમાન સ્થળાંતર કરનારાઓને લઈને ભારત માટે રવાના થઈ ગયું છે. પરંતુ 24 કલાકમાં તે પહોંચશે. 5,000 થી વધુ ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા માટે ફ્લાઇટ્સ પણ શરૂ કરી દેવામાં આવી છે. ગયા અઠવાડિયે ગ્વાટેમાલા જવા માટે લશ્કરી દેશનિકાલ ફ્લાઇટનો ખર્ચ પ્રતિ સ્થળાંતર કરનાર ઓછામાં ઓછો $4,675 થયો હોવાની વિગતો મળી રહી છે.