July 3, 2024

ટેક્સ બચાવવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધ્યું

Mutual Funds: હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડમાં ધીરે ધીરે રોકાણ વધી રહ્યા છે. આંકડાઓ અનુસાર જાન્યુઆરી મહિનામાં આ ફંડમાં રોકાણકારો પાસેથી 20 હજાર કરોડથી વધારે ઈનફ્લો મળ્યો છે. જે એક મહિના પહેલાની તુલનામાં 37 ટકા વધારે છે. જાન્યુઆરીમાં હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડમાં કુલ રોકાણ 20,634 કરોડ રૂપિયા રહ્યા. બીજી તરફ ચાલુ નાણાકીય વર્ષમાં હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડના કુલ રોકાણ વધારીને 1.21 લાખ કરોડ રુપિયા સુધી પહોંચ્યો છે.

શું છે હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ?
હાઈબ્રિડ ફંડને મ્યુચ્યુઅલ ફંડ કહેવામાં આવે છે. જે એક સાથે ઈક્વિટી અને ડેટ બંન્નેમાં રોકાણ કરે છે. ઘણા હાઈબ્રિડ તો ઈક્વિટી, ડેટની સાથે ગોલ્ડમાં પણ ફંડને અલોકેટ કરે છે. આજ કારણે હાઈબ્રિડ ફંડમાં રોકાણને વધારે ડાયવર્સિફિકેશનનો લાભ મળે છે. જે રોકાણકારો ઓછું જોખમ લેવા માંગે છે તેમના માટે હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ ખુબ જ સારો વિકલ્પ બની રહે છે. ડાયવર્સ પોર્ટફોલિયોના કારણે આ ફંડમાં ઉતાર ચઢાવ સામાન્ય રીતે ઓછું જોવા મળે છે.

આ 2 ફંડોમાં વધુ રોકાણ
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જાન્યુઆરીમાં 20 હજાર કરોડ રૂપિયાનાથી પણ વધારેના ઈનફ્લો પહેલા ડિસેમ્બરમાં હાઈબ્રિડ ફંડમાં 15,009 કરોડ રૂપિયાનો ઈનફ્લો મળ્યો છે. હાઈબ્રિડ ફંડને લગભગ એક વર્ષથી સતત ઈનફ્લો મળી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને બે કેટેગરિ આર્બિટરેજ ફંડ અને મલ્ટી એસેડ એલોકેશન ફંડને સૌથી વધારે રોકાણ મળી રહ્યા છે.

ટેક્સના નિયમોમાં ફેરફાર
હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા અને સ્વીકાર્યતાને વધારવામાં સૌથી વધારે અસરકારક તત્વ ટેક્સ છે. ડેટ ફંડોને લઈને ટેક્સેશનના નિયમોમાં ગત વર્ષે એપ્રિલમાં બદલાવ જોવા મળ્યો છે. એ બાદ હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તેજ થયું છે. માર્ચ 2023માં હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડોમાં 12 હજાર કરોડ રુપિયાથી પણ વધારે વિડ્રો કરવામાં આવ્યા છે.