February 17, 2025

શેર માર્કેટમાં રોનક, સેન્સેક્સમાં 200નો વધારો

Stock Market: ભારતીય શેર બજારમાં નવા કારોબારી અઠવાડિયાની શરૂઆત તેજીની સાથે થઈ છે. IT શેરમાં થોડો દબાવ છે તો બીજી તરફ બેંક શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ફાઇનાન્સિયલ શેરમાં પણ સારો વધારો દેખાઈ રહ્યો છે.

કેવી રહી ઓપનિંગ?
બીએસઈના સેન્સેક્સમાં 200.96 અંક અથવા 0.28 ટકાના વધારા સાથે 72,627ના લેવલ પર ખુલ્યું છે. એનએસઈના નિફ્ટી 62.75 અંક અથવા 0.28 ટકાના વધારા સાથે 22,103ના લેવલ પર ટ્રેડ ઓપન થયું છે.

શું છે પેટીએમની સ્થિતિ?
પેટીએમના શેરમાં આજે પણ અપર સક્રિટ લાગી ગઈ છે. આ ઉછાળનું અનુમાન પહેલાથી જ લગાવવામાં આવી ગયું હતું. પેટીએમમાં 17.05 રુપિયાની સાથે 5 ટકાનો ઉછાળ જોવા મળ્યો છે. આ સાથે 358.35 રુપિયા પર પહોંચ્યો છે. બજાર શરૂ થતાની સાથે જ પેટીએમમાં વધારો થવાનું શરુ થયું છે.