December 21, 2024

‘તેને હંમેશા માટે સૂવડાવી દીધી…’, કેનેડામાં પત્નીની હત્યા કરી માતાને કર્યો વીડિયો કોલ

નવી દિલ્હીઃ કેનેડામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પંજાબના એક વ્યક્તિ પર કેનેડામાં તેની પત્નીની કથિત રીતે હત્યા કરવાનો આરોપ છે. તેણે જણાવ્યું કે 41 વર્ષીય બલવિંદર કૌર બ્રિટિશ કોલંબિયાના એબોટ્સફોર્ડમાં તેના ઘરે ઘાયલ મળી આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના 15 માર્ચે વેગનર ડ્રાઇવના 3400-બ્લોકમાં બની હતી.

પત્નીની હત્યા બાદ પતિની ધરપકડ
કેનેડાની ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમના નિવેદન અનુસાર, “મહિલાનો જીવ બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ દુઃખની વાત એ છે કે થોડા સમય પછી હોસ્પિટલમાં તેની પત્નીનું મૃત્યુ થઈ ગયું.” આ કેસમાં મહિલાના પતિ જગપ્રીત સિંહની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે જગપ્રીતે લુધિયાણામાં તેની માતાને વીડિયો કોલ કરીને જણાવ્યું કે તેણે તેની પત્નીની હત્યા કરી છે.

“પૈસાને લઇને કપલ વચ્ચે થતી હતી બબાલ”
બલવિંદર કૌરની બહેને કહ્યું, “મારી બહેનની ચાકુ મારીને હત્યા કર્યા પછી, જગપ્રીતે લુધિયાણામાં તેની માતાને વીડિયો કોલ કર્યો અને કહ્યું કે મેં તેને હંમેશા માટે સૂવડાવી દીધ છે.” તે કહે છે કે પૈસાને લઈને દંપતી વચ્ચે રોજેરોજ દલીલો થતી હતી. બે અઠવાડિયા પહેલા જ કેનેડા પહોંચેલ જગપ્રીત કામ કરતો ન હતો અને બેરોજગાર હતો. રિપોર્ટ અનુસાર, બંનેએ વર્ષ 2000માં લગ્ન કર્યા હતા. બંનેને બે સંતાનો એક પુત્રી અને એક પુત્ર છે.

“બલવિંદર કૌરને ક્યારેય હેરાન કર્યા નથી”
જોકે, જગપ્રીતના પરિવારે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને બંનેને સુખી કપલ ગણાવ્યા હતા. જગપ્રીતના ભાઈએ જણાવ્યું કે તે રાત્રે તેના ભાઈ અને તેની પત્ની વચ્ચે શું થયું તે અંગે તેની પાસે હજુ સ્પષ્ટ માહિતી નથી. તેણે કહ્યું કે અમારા પરિવારે ક્યારેય બલવિંદર કૌરને પરેશાન કર્યા નથી. બંને સુખી દંપતી હતા અને ઘટનાના થોડા કલાકો પહેલા જ શોપિંગ કરીને પરત ફર્યા હતા.

તેણે કહ્યું, “મારા ભાઈએ મારી માતાને ફોન કરીને કહ્યું કે તેણે તેની પત્નીને આકસ્મિક રીતે ઈજા પહોંચાડી છે. તે માફી માંગી રહ્યો છે. તેણે કહ્યું કે કંઈ જાણી જોઈને કરવામાં આવ્યું નથી. તે રાત્રે જે બન્યું તેની પાછળ કારણ પણ કોઇ જાણતું નથી કારણકે તેમની દીકરી પણ બહાર હતી.