સુરતમાં વિધર્મી મહિલાએ હિંદુ નામથી સગીરાને ફસાવી, પંદર શખ્સોએ દુષ્કર્મ આચર્યું!

એક મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સુરતઃ શહેરમાં અવારનવાર ક્રાઇમની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમરોલી વિસ્તારમાંથી દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં વિધર્મી મહિલાઓએ હિંદુ ઓળખ ધારણ કરી સગીરાઓને ફસાવી હતી અને તેમની પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો.
મળતી માહિતી પ્રમાણે, મોનીરા ખાતુન અને મોહિમા મુલ્લાએ હિંદુ નામ ધારણ કરી ખોટી ઓળખ ઊભી કરી હતી. ત્યારબાદ બ્યૂટીપાર્લરમાં કામ કરતી કિશોરીઓનું અપહરણ કર્યું હતું. અપહરણ કરી તમામ કિશોરીઓને વૈશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી. આ ઉપરાંત તેમની પાસે અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરવવામાં આવતો હતો અને વીડિયો બનાવવામાં આવ્યા હતા.
મોનીરાએ પોતાનું નામ જ્યોતિ જણાવી છ મહિના પહેલાં સગીરા સાથે સંપર્ક કર્યો હતો. તેનો 6 સગીરા સાથે ટ્રેનમાં સંપર્ક થયો હતો. ત્યારબાદ સગીરાને બ્યુટી પાર્લરમાં કામ અપાવવાની લાલચ આપી હતી અને પોતાની સાથે રાજસ્થાન લઈ ગઈ હતી. જ્યાં એક હોટેલમાં તેની પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો.
વીડિયો બનાવ્યા બાદ મોહિમાના પતિએ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત નાગોર જિલ્લાના ડેગાણાની હોટેલમાં પંદર હવસખોરોએ સગીરાને પીંખી હતી અને સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે મહિલા સહિત પાંચ લોકોની અમરોલી પોલીસે ધરપકડ કરી હતી. આ ઉપરાંત હૈદરાબાદમાંથી પણ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.