November 24, 2024

મતદારોને મતદાન કેન્દ્ર તરફ પ્રેરવા જોવા મળ્યો અનોખો નુસખો

બનાસકાંઠામાં મતદારોને મતદાન કેન્દ્ર તરફ પ્રેરવા અનોખો નુસખો જોવા મળ્યો હતો.જેમાં સેવા સંસ્થાઓ દ્વારા મતદાન વધારવા મતદાન કેન્દ્ર નજીક ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે. પાલનપુરનાજુના લક્ષ્મીપુરા ગામે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે.

લોકોને ગરમીથી રાહત
ગરમીના પ્રકોપ વચ્ચે મતદાન કરવા પહોંચતા લોકોને ગરમીથી રાહત મળે તે હેતુસર સેવા સંસ્થાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં મતદાન વધારવા મતદાન કેન્દ્ર નજીક ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે. પાલનપુરનાજુના લક્ષ્મીપુરા ગામે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે. ભારે ગરમી પડી રહી છે, જેના કારણે અમૂલ લોકો મત આપવા જવાનું ટાળતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે. જેના કારણે વધુમાં વધુ લોકો મત આપવા આવે.

આ પણ વાંચો: બાયડના આ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર, નથી પડ્યો એક પણ મત

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન
રાજ્યમાં સવારે 11 વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકમાં જ 24.35 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન બનાસકાંઠા જિલ્લામાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઇનો લાગી ગઈ છે. લોકો ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ મતદાન કર્યું છે.