IIFAમાં આ વર્ષે બે ગુજરાતીઓએ રંગ રાખ્યો, જાનકી બોડીવાલાને પણ એવોર્ડ

IIFA 2025: આ વર્ષે જયપુરમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એટલે કે આઇફા એવોર્ડ સેરેમની યોજાઈ હતી. ત્યારે આ સેરેમનીમાં ગુજરાતીઓએ રંગ રાખ્યો છે. આ વખતે બે ગુજરાતીઓએ આઇફામાં બાજી મારી છે.
View this post on Instagram
પ્રખ્યાત ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ‘શૈતાન’ મૂવી માટે એવોર્ડ મળ્યો છે. જ્યારે સ્નેહા દેસાઈને બેસ્ટ સ્ક્રિનપ્લે માટે એવોર્ડ મળ્યો છે. આમ, બે IIFA એવોર્ડ ગુજરાતના ફાળે આવ્યા છે. આ સિવાય પણ બોલિવૂડના ઘણાં ખ્યાતનામ કલાકારોએ એવોર્ડ જીત્યા છે. આવો જોઈએ લિસ્ટ…
‘લાપતા લેડીઝ’ને સૌથી વધુ 10 એવોર્ડ મળ્યાં
બેસ્ટ ફિલ્મ – લાપતા લેડીઝ
બેસ્ટ પરફોર્મન્સ ઇન લીડિંગ રોલ – નિતાંશી ગોયલ
બેસ્ટ ડિરેક્ટર – કિરણ રાવ
બેસ્ટ પરફોર્મન્સ ઇન સપોર્ટિંગ (મેલ) – રવિ કિશન
બેસ્ટ મ્યૂઝિક ડિરેક્શન – રામ સંપત
બેસ્ટ સ્ક્રિનપ્લે – સ્નેહા દેસાઈ
બેસ્ટ એડિટિંગ – જબીન મર્ચન્ટ
બેસ્ટ લિરિક્સ – પ્રશાંત પાંડે
બેસ્ટ ડેબ્યૂ (ફીમેલ) – પ્રતિભા રાંટા
બેસ્ટ સ્ટોરી ઓરિજનલ – બિપ્લવ ગોસ્વામી
અન્ય એવોર્ડ
બેસ્ટ પરફોર્મન્સ ઇન લીડિંગ રોલ (મેલ) – કાર્તિક આર્યન (ભૂલ ભુલૈયા 3)
બેસ્ટ પરફોર્મન્સ ઇન નેગેટિવ રોલ – રાઘવ જુયાલ (કિલ)
બેસ્ટ પરફોર્મન્સ ઇન સપોર્ટિંગ રોલ (ફીમેલ) – જાનકી બોડીવાલા (શેતાન)
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) – જુબિન નૌટિયાલ (આર્ટિકલ 370, દુઆ)
બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ) – શ્રેયા ઘોષાલ (ભૂલ ભુલૈયા 3, અમી જે તોમર 3.0)
આઉટસ્ટેન્ડિંગ અચિવમેન્ટ ઓફ ઈન્ડિયન સિનેમા – રાકેશ રોશન, ફિલ્મ ડિરેક્ટર