July 2, 2024

મુસ્લિમો માટે અનામત જોઈતી હોય તો પાકિસ્તાન જાવ: CM હિમંતા બિસ્વા સરમા

Lok Sabha Elections 2024: બિહારની સિવાન લોકસભા સીટ પર પ્રચાર કરવા આવેલા આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ભારતમાં મુસ્લિમોને અનામત આપવાના વિચારનો સખત વિરોધ કર્યો હતો. વાસ્તવમાં, સીએમ હિમંતની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે લાલુ યાદવે કહ્યું હતું કે મુસ્લિમોને આરક્ષણ આપો, લાલુના નિવદેન પર સીએમ હિમંતે કહ્યું કે શું ભારતમાં ધર્મના આધારે અનામત આપવી શક્ય છે?

જનસભાને સંબોધતા સીએમ હિમંતે કહ્યું કે, જો તમે મુસ્લિમોને અનામત આપવા માંગતા હોવ તો પાકિસ્તાન જાઓ અને ત્યાં અનામત આપો. ભારતમાં આવું ક્યારેય નહીં બને.” તેમણે કહ્યું કે બાબાસાહેબ આંબેડકરે આપણને બંધારણ આપ્યું હતું. જ્યાં બંધારણમાં ઉલ્લેખ છે કે એસસી, એસટી અને ઓબીસીને અનામત મળવી જોઈએ.

કર્ણાટકે પછાત લોકોના અધિકારો છીનવી લીધા અને મુસ્લિમોને અનામત આપી.
વાસ્તવમાં, આસામના સીએમ હિમંતાએ કર્ણાટક અને આંધ્રપ્રદેશના ઉદાહરણો ટાંકીને તે ઉદાહરણોની ટીકા કરી હતી. જ્યાં મુસ્લિમો માટે અનામત લાગુ કરવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે અન્ય પછાત વર્ગોના ભોગે આવા પગલાં લેવામાં આવ્યા છે.સરમાએ કર્ણાટકના મુસ્લિમોને અનામત આપવાના નિર્ણયની ટીકા કરતા કહ્યું કે તે ‘પછાત વર્ગોના આરક્ષણને લૂંટ્યા પછી’ કરવામાં આવ્યું હતું.

આ કોંગ્રેસ પાર્ટી હજુ પણ રામ મંદિર પાછળ છે: સીએમ હિમંતા
બીજી તરફ સીએમ હિંમતાએ જનસભાને સંબોધતા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે નાના પટોલેએ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો અમે ફરીથી રામ મંદિરનું શુદ્ધિકરણ કરીશું. આના પર સીએમ સરમાએ કહ્યું, ‘પહેલા અમને એ જણાવો કે સોનિયા ગાંધી હિંદુ છે કે ઈસાઈ? આ કોંગ્રેસ પાર્ટી હજુ પણ રામ મંદિર પાછળ છે. લાલુ યાદવ હજુ પણ રામ મંદિર પાછળ છે. તેમને હજુ પણ લાગે છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો તેઓ રામ લલ્લાને તંબુમાં પાછા લાવશે.