July 2, 2024

ઘરમાં અચાનક અરીસો તૂટી જાય તો શુભ કે અશુભ?

Mirror:  દરેક ઘરમાં અરીસો હોય જ છે. ત્યારે ઘણી વખત અરીસો શુભ તો કયારેક અશુભ હોય છે. ચોક્કસપણ તેની અસર જીવન માનવ જીવનમાં પડે છે. જેમાંથી હાથમાંથી અરીસો તૂટવો તે અશુભ ગણવામાં આવે છે. એક વર્ષનું બાળક હોય તો તેને અરીસો દેખાડવો અશુભ ગણવામાં આવે છે. આ સાથે નવા લગ્ન થયા હોય અને નવી પરિણીત સ્ત્રી પોતાના લગ્નના પોશાક પહેરીને અરીસામાં જૂએ છે તો પણ ખરાબ શુકન ગણવામાં આવે છે. અરીસો તૂટવો એ અશુભ ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે જ્યારે કાચ ટૂટે છે ત્યારે કોઈ અશુભ થાય છે.

સંપત્તિનું શુકન
આજના યુગમાં પૈસાનું ખૂબ મહત્વ છે. પૈસા એટલે લક્ષ્મીજી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કયારે ખિસ્સું ખાલી નહીં રાખવું જોઈએ, દરેક કપડાંના ખિસ્સામાં પૈસા રાખવા જોઈએ. હમેંશા પર્સ ક્યારેય ખાલી ન રાખવું જોઈએ. જો તમે ખાલી રાખો છો તો તમે કોઈ પણ મુશ્કેલી આવી શકે છે.

આ પણ વાંચો: Almond oil ત્વચા સંબંધિત આ સમસ્યાને કરશે દૂર

છરી શુકન
છરી એક એવી વસ્તુ છે જેના વિના કોઈ પણ ઘર ચલાવી શકતું નથી. તેના નાનાથી લઈને મોટા કામમાં છરીની જરૂર પડે છે. તેની સાથે પણ શુકન અને અશુભ શુકન જોડાયેલા છે. તમને જણાવી દઈએ કે ટેબલ પરથી છરી પડી જાય તે પણ અશુભ છે. આ સાથે ડાઇનિંગ ટેબલ પર છરીઓ અને કાંટા રાખવા અશુભ ગણવામાં આવે છે. જો કોઈ તમને છરી ભેટમાં આપે છે, તો તેની ખરાબ અસરથી બચવા માટે એક સિક્કો આપી દેવો પડે.