December 27, 2024

હું કમલા હેરિસ કરતાં વધુ સુંદર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

US Presidential Election 2024: ભૂતપૂર્વ યુએસ પ્રમુખ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ પર વ્યક્તિગત ટિપ્પણી કરી હતી. તેમણે કમલા હેરિસના શારીરિક દેખાવ પર અને બુદ્ધિમત્તાની ટીકા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, હું તેમના કરતા વધુ સુંદર છું. ડોનાલ્ડ ટ્રમ્પે પેન્સિલવેનિયામાં એક રેલીમાં આ વાત કહી હતી.

કમલા હેરિસની મજાક ઉડાવી
અમેરિકામાં નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વર્તમાન પ્રમુખ જો બિડેન પ્રમુખપદની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયા છે. ડેમોક્રેટ્સે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિકને નોમિનેટ કર્યા છે. એક સવાલ પર ટ્રમ્પે કહ્યું કે જો બિડેન કરતા કમલા હેરિસને હરાવવાનું સરળ છે. ટ્રમ્પે એક રેલીમાં કમલા હેરિસની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે હું તેના કરતાં વધુ સુંદર દેખાઉં છું.

આ પણ વાંચો: રિષભ પંતની ધારદાર બોલિંગ જોઈ લોકોએ કહ્યું – હેડ કોચનો ‘ગંભીર’ પ્રભાવ

છેતરપિંડીથી 2020ની ચૂંટણી હારી
ટ્રમ્પે રેલીમાં કહ્યું, શું તમે ક્યારેય તેને કમલા હેરિસને હસતા જોયા છે? તેનું હાસ્ય પાગલ વ્યક્તિ જેવું લાગે છે. હું તેમના કરતાં વધુ સુંદર દેખાઉં છું. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો કે તેઓ 2020ની ચૂંટણી છેતરપિંડીથી હારી ગયા છે. આ દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પ સતત કમલા હેરિસ પર નિશાન સાધી રહ્યા છે અને શબ્દોના વાર બાદ વાર કરી રહ્યા છે. અગાઉ, તેમણે કહ્યું હતું કે તેઓ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસથી “અત્યંત નારાજ” છે અને આ પદ માટેની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને તેમના વિરોધી પર વ્યક્તિગત હુમલા કરી શકે છે.