Russia Earthquake: રશિયામાં 7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી
Russia Earthquake: રવિવારે સવારે (સ્થાનિક સમય અનુસાર) રશિયામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર દૂર-પૂર્વીય કામચટકા દ્વીપકલ્પનો કિનારો હતો. ત્યાં જ યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના અધિકારીઓએ સુનામીની ચેતવણી જાહેર કરી છે.
રશિયામાં રવિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 7 હતી. ભૂકંપનું કેન્દ્ર દૂર-પૂર્વીય કામચાટકા દ્વીપકલ્પનો કિનારો હતો. ભૂકંપની તીવ્રતા 7 જેટલી જોઈને અમેરિકાએ સુનામીની ચેતવણી જાહેર કરી છે.
Strong M7.0 #earthquake off east coast #Kamchatka, #Russia on 17 Aug 2024 at 19:10 UTC recorded by Stations R6955 in #Beijing, #China and R0ED0 in #Uttaradit, #Thailand @raspishakEQ @raspishake https://t.co/GP00QRPt3z pic.twitter.com/RR49s4NpQc
— Michael 🇺🇲🇨🇳🇹🇭 (@THISSeismology) August 18, 2024
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેના અધિકારીઓના જણાવ્યા અનુસાર રશિયામાં ભૂકંપ સવારે 7 વાગ્યા પછી જ આવ્યો હતો. તેનું કેન્દ્ર કામચટકા દ્વીપકલ્પના પાણીમાં લગભગ 50 કિલોમીટર (30 માઇલ) ની ઊંડાઈએ હતું, જે પેટ્રોપાવલોવસ્ક-કામચટકા શહેરથી લગભગ 90 કિલોમીટર પૂર્વમાં હતું.
ભૂકંપ શા માટે થાય છે?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં અથડાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળે છે. જ્યારે ખૂબ દબાણ વધે છે ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.