January 8, 2025

રાત્રે સૂવાના કેટલા સમય પહેલા જમી લેવું જોઈએ?

Health News: આજના સમયમાં મોટા ભાગના લોકો જમીને તરત સૂઈ જતા હોય છે. જો તમે પણ એવું કરતા હોય તો તમારે તમારી આદતને સુધારી દેવી જોઈએ. નહીંતર થોડા જ સમયમાં તમારા સ્વાસ્થ્યને ખરાબ નુકસાન થઈ શકે છે. ખાધા પછી કેટલા કલાક સૂવું જોઈએ? આવો જાણીએ.

આ પણ વાંચો: આ તેલથી પગના તળિયાને કરો માલિશ, શરીરની સાથે આંખનો થાક પણ થશે દૂર

ખાધા પછી કેટલા કલાક સૂવું જોઈએ?
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે તમારે તરત ના સૂવું જોઈએ. ભોજન કર્યા પછી તમારે ઓછા બેથી ત્રણ કલાક પછી સૂવું જોઈએ. આ સિવાય તમારે ખાધા પછી તરત જ પથારીમાં સૂવાનું ટાળવું જોઈએ. રાતે જમીને તરત ના સૂવો તમે ખાધા પછી અડધો કલાક જેવું ચાલીને સુવાનું રાખો. રાત્રે 9 વાગ્યા પછી ડિનર ના લેવું જોઈએ. આવું કરવાથી 10 થી 11 વાગ્યા સુધીમાં સૂઈ શકો છો.