December 12, 2024

છત્તીસગઢમાં કાર અને ટ્રક ભયાનક અકસ્માત, કટર વડે કારને કાપીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા

Road Accident: છત્તીસગઢના અંબિકાપુર જિલ્લાના ગુમગા ગામ પાસે અદાણી ગેસ્ટ હાઉસ પાસે નેશનલ હાઈવે-130 પર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં 5 લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કોડા કાર ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં કુલ પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી 4 લોકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. બીજા એક વ્યક્તિનું સારવાર સમયે મોત થયું છે.

આ પણ વાંચો: ખેડૂતોને થયો હવે હાશકારો! કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 8000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો ફાળવાયો

પોલીસની ટીમ ઘટના સ્થળે
અકસ્માત એટલો ગંભીર હતો કે આગળની બાજુથી કારના ટુકડા થઈ ગયા હતા. પોલીસની ટીમ ઘટના સ્થળે હાજર છે અને તપાસ ચાલી રહી છે. તમામ મૃતદેહને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર રાખવામાં આવ્યા છે. પરિવારજનોને આ વિશે જાણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. અકસ્માતનો ભોગ બનેલા સ્કોડા કારમાં સવાર ત્રણ યુવકોના નામ દિનેશ સાહુ, સંજીવ અને રાહુલ હોવાનું જાણવા મળ્યું છે. હજૂ 2ની ઓળખ થઈ શકી નથી.