January 15, 2025

સત્તામાં રહેલા લોકો ભૂતકાળને ભૂલી ગયા છે… ત્રિપુરાના CMએ બાંગ્લાદેશની વચગાળાની સરકારને આપી ચેતવણી

Bangladesh: બાંગ્લાદેશમાં છેલ્લા 5 મહિનાથી ઉગ્ર દેખાવો અને હિંસાની ઘટનાઓ અટકી રહી નથી. પાડોશી દેશમાં લઘુમતી હિંદુઓ પર અત્યાચારના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ભારત સરકારની નિંદા બાદ હવે ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ શનિવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારને ચેતવણી આપી છે.

માણિક સાહાએ કહ્યું કે જો બાંગ્લાદેશની વચગાળાની સરકાર સુધારાત્મક પગલાં નહીં ભરે તો તેનાથી પાડોશી દેશને જ નુકસાન થશે. તેમણે કહ્યું કે પડોશી દેશમાં સત્તામાં રહેલા લોકો ભૂતકાળને ભૂલી ગયા છે અને ઈતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન સાહાએ લોકોને અલ્પસંખ્યકો પરના હુમલાઓ સામે ઊભા રહેવા વિનંતી કરી હતી. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ રવિન્દ્ર ભવનમાં શરદ સન્માન સમારોહને સંબોધિત કરતા આ વાત કહી. મુખ્યમંત્રીએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલાની ઘટનાઓ સામે ઉભા રહેવા લોકોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં જે રીતે વસ્તુઓ થઈ રહી છે તે સ્વીકાર્ય નથી.

આ પણ વાચો: મોંઘવારીનો માર: મહિનાના પહેલાં દિવસે ગેસ સિલિન્ડરના ભાવમાં વઘારો, જાણો કિંમત

તેમણે કહ્યું કે ભારતીય સેનાની સાથે ત્રિપુરાના લોકોએ 1971ના મુક્તિ સંગ્રામ દ્વારા બાંગ્લાદેશના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સાહાએ કહ્યું કે બાંગ્લાદેશમાં સત્તા પર રહેલા લોકો ભૂતકાળને ભૂલી ગયા છે અને ઇતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે લોકોને અત્યાચાર સામે અવાજ ઉઠાવવા પણ વિનંતી કરી હતી.