November 24, 2024

શિયાળા પહેલા જ ચામડી ફાટવા લાગી? કરો આ ઉપાય

Home Remedy For Dry Skin In Winter: શિયાળો હવે આવી રહ્યો છે. વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ભારે ગરમી પછી હવે થોડી રાહત મળવાની છે. શિયાળો આવવાનો હોય તે પહેલા ચામડી ફાટવાની સમસ્યા થવા લાગે છે. ત્યારે અમે તમને આજે જણાવીશું કે ઘરની વસ્તુઓથી કેવી રીતે તમે આ સમસ્યાને દૂર કરશો.

આ કરો ઘરેલું ઉપાય

એલોવેરા જેલ
શિયાળાની સિઝનમાં તમારે ચામડી ફાટવાની સમસ્યા થતી હોય તો તમારે એલોવેરા જેલ લગાવવાનું રહેશે. જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. આ સિઝનમાં હાથ કે પગની ત્વચા ડ્રાય થઈ જાઈ છે તો તમારે એલોવેરા જેલ લગાવવાનું રહેશે. આ પછી તમારે રોજ રાતના સમયે એલોવેરા જેલ લગાવીને સુવાનું રહેશે. થોડા જ દિવસમાં તમને પરિણામ મળી જશે અને આ સમસ્યા આગળ પણ નહીં વધે.

નાળિયેરનું તેલ લગાવો
નારિયેળનું તેલ શુષ્ક ત્વચાની સારવાર માટે ખૂબ જ ફાયદાકારક છે. જોકે નારિયેળનું તેલ ત્વચા સંબંધિત કોઈ પણ સમસ્યામાં લગાવવામાં આવે છે. નારિયેળના તેલમાં ઈમોલીયન્ટ ગુણ હોય છે. જે ત્વચાને નરમ બનાવે છે. ઈમોલીયન્ટ ગુણ ત્વચાને મોઇશ્ચરાઇઝર કરે છે. જેના કારણે ચામડી ફાટશે નહીં. જો ચામડી ફાટી ગઈ હશે તો તેને રિપેર કરવામાં મદદ કરશે.

આ પણ વાંચો: દિવાળીમાં બનાવો પાટણના ફેમસ રૂપાળા ટેસ્ટી દેવડા, મોઢામાં મૂકતાં જ ઓગળી જશે

લોશનનો ઉપયોગ કરો
સ્નાન કર્યા પછી રોજ તમારે મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ. જેના કારણે તમારી આ સમસ્યાની શરૂઆત જ ના થાય. ગરમ પાણીમાં તમારે સ્થાન કરવું. આ સાથે તમારે આલ્કોહોલ ધરાવતા લોશનનો ઉપયોગ કરવો જોઈએ. બંને એટલી ત્વચાને ઢાંકીને રાખો.