December 10, 2024

આ દિવાળીએ ઘરે બનાવો માવા બરફી, મોઢામાં મૂકતાની સાથે ઓગળી જશે

Recipe of Barfi: દિવાળીના સમયમાં અલગ અલગ પ્રકારની મિઠાઈ આપણે બનાવતા હોઈએ છીએ. દિવાળીના સમયમાં એવું થાય કે કંઈ મિઠાઈ બનાવીએ. ત્યારે અમે તમારા માટે બરફીની રેસીપી લઈને આવ્યા છીએ. મોઢામાં મૂકતાની સાથે ઓગળી જશે.

પ્રથમ સ્ટેપ – ઘરે બરફી બનાવવા માટે તમારે એક વાટકી માવો લેવાનો રહેશે.

બીજું સ્ટેપ- હવે પેનમાં માવાને તમારે ઘીથી શેકી લેવાનો રહેશે.

ત્રીજું પગલું- તમારે દૂધ ગરમ કરવાનું રહેશે. દૂધ ગરમ કર્યા પછી તમારે ખાંડ નાંખવાની રહેશે. આ પછી તમારે માવો તેમાં એડ કરવાનો રહેશે.

ચોથું પગલું- દૂધ સુકાઈ જાય ત્યાં સુધી તેને પકવાનું રહેશે. તમારે તેમાં ઈલાયચી નાંખવાની રહેશે. હવે તમારે તેમાં અડધો કપ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવાનો રહેશે.

આ પણ વાંચો: દિવાળીમાં બનાવો ઘીથી લથપથ શીરો, મહેમાનને ટેસડો પડી જશે!

પાંચમું પગલું- બધું બરાબર મિક્સ કરો. આ પછી, આ મિશ્રણને કોઈપણ પ્લેટમાં પેનમાંથી બહાર કાઢો અને તેને ઠડું કરવા રાખી દો.

છઠ્ઠું પગલું- હવે આ ગરમ મિશ્રણને બરફીના આકારમાં કાપી લો. તૈયાર છે તમારી બરફી. આ બરફી મોઢામાં તરત ઓગળી જશે.