November 26, 2024

ખેડૂત આંદોલનને લઈને ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી જવા રવાના

અમિત શાહ - NEWSCAPITAL

અમદાવાદ: અમિત શાહના ગુજરાતનાં તમામ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં આજે ખેડૂત આંદોલનને લઈને ગૃહમંત્રી અમીત શાહએ ગુજરાતમાં પોતાના તમામ કાર્યક્રમ રદ્દ કરી તાત્કાલિક દિલ્હી જવા રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલથી ગુજરાત પ્રવાસે આવ્યા હતા.

ગઈકાલે 1950 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં ભાગ લેવાના હતા. જેમાં ગઈકાલે અમિત શાહે 1950 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. અમિત શાહે થલતેજમાં આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું અને જૂના વાડજમાં EWS ના 588 આવાસ એકમોનું લોકાર્પણ કર્યું હતું. તેવામાં આજે દિલ્હીમાં ખેડૂત આંદોલનની ગતિવિધિઓ તેજ બનતા ગૃહ મંત્રી અમિત શાહે આજે પોતાના ગુજરાત પ્રવાસને ટૂંકાવી તાત્કાલિક દિલ્હી જવા રવાના થયા છે.

સાણંદ ખાતે આજે રોડ શો કરવાના હતા
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સાંજે 5 વાગ્યે ગૃહમંત્રી શાહ ગાંધીનગર પ્રીમીયર લીગના ઉદ્ધાટન સમારોહમાં હાજરી આપી હતી. આજે અમિત શાહ સાણંદ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, જ્યાં તેઓ 1429 કરોડની સિંચાઈ સુવિધાનું ખાતમુહૂર્ત કરવાના હતા. સાથે જ ગૃહમંત્રી શાહ આ કાર્યકમ પહેલા સાણંદ ખાતે ભવ્ય રોડ શો પણ કરવાના હતા.