October 14, 2024

ભારતની આ જગ્યાઓએ નથી ઉજવાતો હોળીનો તહેવાર!

Holi Celebrations: હોળી-ધુળેટીના તહેવારની આજથી શરૂઆત થાય છે. આજે લોકો સાંજે હોળીકા દહન બાદ પૂજા કરશે અને આવતી કાલ ધુળેટીની ઉજવણી કરશે. ભારત દિવસ દુનિયાના ઘણા દેશોમાં હોળી કે હોળી જેવા તહેવારની ઉજવણી થાય છે. તો ભારતમાં જ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં હોળીની ઉજવણી નથી થતી. આ રાજ્યોમાં રંગોની સાથે હોળીની ઉજવણી કરવામાં નથી આવતી.

200 વર્ષથી નથી થતી ઉજવણી
ઝારખંડમાં એક એવી જગ્યા છે. જ્યાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં નથી આવતી. આ જગ્યાનું નામ દુર્ગાપુર છે. એવું માનવામાં આવે છેકે 200 વર્ષ પહેલાથી આ ગામમાં હોળીની ઉજવણી નથી થતી. એક માન્યતા અનુસાર આ દિવસે રાજાના પુત્રનું નિધન થયું છે. જે બાદ સમગ્ર વિસ્તારમાં હોળી રમવાની મનાઈ કરી હતી. તેને લઈ આજ દિન સુધી આ ગામમાં હોળીની ઉજવણી થતી નથી.

બનાસકાંઠા
આપણા ગુજરાતના બનાસકાંઠામાં પણ એક ગામ આવેલું છે. જ્યાં હોળીની ઉજવણી કરવામાં નથી આવતી. બનાસકાંઠાના રામસન ગામમાં હોળીને લઈને કંઈક શ્રાપ મળ્યો હોવાની દંતકથા પ્રચલિત છે. આથી અહીં પણ હોળીની ઉજવણી નથી થતી.

તમિલનાડુ
દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુંમાં પણ હોળીની રંગો સાથે ઉજવણી કરવામાં નથી આવતી. તેની જગ્યાએ હોળી પર લોકગ માસી માગમનો તહેવાર ઉજવવામાં આવે છે. આ એક સ્થાનિક પર્વ છે. જેની સામે હોળીનો તહેવાર ફિકો પડે છે.

રૂદ્રપ્રયાગ
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગના પણ કેટલાક ગામોમાં હોળીની ઉજવણી નથી થતી. રૂદ્રપ્રયાગના ક્કિલી, કુરઝુન અને જૌદલામાં હોળીની ઉજવણી નથી થતી. અહીંના લોકોનું માનવું છે કે, ગામની સ્થાનિક દેવી ત્રિપુર સુંદરીને ઘોંઘાટ પસંદ નથી. આથી તેઓ હોળીની ઉજવણી નથી કરતા.