November 26, 2024

તાઈવાનમાં તબાહીથી બચવા સરકાર એલર્ટ મોડમાં, ભારે વરસાદ બાદ હવે વાવાઝોડાની સંભાવના

Taiwan: તાઈવાનમાં વાવાઝોડાની આશંકા વચ્ચે જોરદાર પવન અને મુશળધાર વરસાદને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. જેમાં ઓછામાં ઓછા 70 લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી અનુસાર તાઈવાનના અધિકારીઓએ જણાવ્યું કે તોફાનની સંભાવનાને જોતા હજારો લોકોને નીચાણવાળા અથવા પહાડી વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સેન્ટ્રલ મેટ્રોલોજીકલ એડમિનિસ્ટ્રેશને ચેતવણી આપી છે કે 209 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથેનું આ વાવાઝોડું તાઈવાનના ગીચ વસ્તીવાળા પશ્ચિમ કિનારે પહોંચે તેવી શક્યતા છે.

તાઈવાનમાં ભારે વરસાદે તબાહી મચાવી
દરિયાકાંઠાના તાઈતુંગ કાઉન્ટીમાં ઓછામાં ઓછો 128 સેમી વરસાદ પડ્યો છે અને મુખ્ય બંદર શહેર કાઓહસુંગમાં પણ છેલ્લા ચાર દિવસમાં રેકોર્ડ વરસાદ થયો છે. આ માટે સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ વાવાઝોડાને જોતા સરકારે ઘણા મોટા પગલા લીધા. આ અંતર્ગત સત્તાવાળાઓએ સમગ્ર કાંઠા વિસ્તારની શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ કરી દીધી છે. તેમજ તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.

હુઆલિન કાઉન્ટીમાં ભૂસ્ખલનની સંભાવના ધરાવતા રહેણાંક વિસ્તારોમાંથી 3,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, અધિકારીઓએ જણાવ્યું હતું. તાઈવાનના દક્ષિણ-પશ્ચિમ શહેરમાં લગભગ 200 લોકો અને દક્ષિણ પિંગતુંગ કાઉન્ટીના 800 થી વધુ રહેવાસીઓને પણ સ્થળાંતર કરવામાં આવ્યા હતા. લગભગ 27 લાખની વસ્તી ધરાવતું શહેર Kaohsiung વાવાઝોડાની સીધી અસર થવાની ધારણા છે.

આ પણ વાંચો: ભગવાન ઇઝરાયલને તમામ નસરાલ્લાહનો નાશ કરવાની શક્તિ આપે: હિમંતા બિસ્વા સરમા

હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડું નબળું પડ્યું છે. જો કે, તોફાની મોજા અને તેજ પવન સાથે વરસાદનો ભય છે. વિભાગે અપડેટ કર્યું છે કે આ વાવાઝોડું ધીમે ધીમે તાઈવાનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. અગાઉના ટાયફૂન ગેમીની ગંભીરતાને કારણે આ વખતે સરકાર સંપૂર્ણ એક્શનમાં છે.