હરિયાણાના ભાજપ લોકસભાની તમામ 10 સીટો જીતશે, CM નાયબ સિંહ સૈનીનો દાવો

Lok Sabha Elections 2024 Haryana: હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ આગામી લોકસભા ચૂંટણીમાં સફળતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે ભાજપ હરિયાણાની તમામ 10 લોકસભા બેઠકો જીતશે. નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, ‘પીએમ મોદીના ત્રીજી વખત વડાપ્રધાન બનવામાં હરિયાણાની 10 લોકસભા સીટો મહત્વની ભૂમિકા ભજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકો માટે કામ કરતી આ સરકારે લોકોને સીધો ફાયદો પહોંચાડવાનું કામ કર્યું છે. જે લોકોમાં જોવા મળતા ઉત્સાહ અને ઉર્જા પરથી સ્પષ્ટ થાય છે. આવનારી ચૂંટણીમાં અમે બધા જીતીશું.’
#WATCH | Panchkula: Haryana CM Nayab Singh Saini says, "…This is the first time in 10 years that the nation is moving towards development, problems are solved, the infrastructure is developed at a rapid pace, the nation's respect is increased in the world, and benefits have… pic.twitter.com/XPuBUu9CCu
— ANI (@ANI) March 31, 2024
‘25 કરોડ લોકો BPLમાંથી બહાર આવ્યા’
નાયબ સિંહ સૈનીએ જણાવ્યું હતું કે, ‘આ 10 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે 25 કરોડથી વધુ લોકો ગરીબી રેખાને પાર કરી ગયા છે. હું હરિયાણાના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લઈ રહ્યો છું અને લોકોમાં ઉત્સાહ અને ઉર્જા જોઈ શકું છું અને આ પરિણામો પીએમ મોદીની નીતિઓના કારણે છે. આ 10 વર્ષમાં પહેલીવાર ગરીબોની ચિંતાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ 10 વર્ષમાં પહેલીવાર દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. આ 10 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે દેશની અંદરની સમસ્યાઓનો મક્કમતાથી સામનો કરવામાં આવ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે દેશનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બન્યું છે અને સતત મજબૂત કરવામાં આવી રહ્યું છે. આ 10 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધી છે. આ 10 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે ગરીબો સુધી લાભ પહોંચ્યો છે. મહિલાઓ હોય, ખેડૂતો હોય, યુવાનો હોય, ગરીબ હોય, આ સરકારે દરેક વર્ગની ચિંતાઓ દૂર કરી છે અને પરિણામ સ્પષ્ટ છે.
તેમણે કહ્યું, ‘PM મોદીના નેતૃત્વમાં લોકો માટે કામ કરતી આ સરકારે લોકોને સીધો ફાયદો પહોંચાડવાનું કામ કર્યું છે. જે લોકોમાં જોવા મળતા ઉત્સાહ અને ઉર્જા પરથી સ્પષ્ટ થાય છે.’ નોંધનીય છે કે સૈનીએ 13 માર્ચે ચંદીગઢના રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહમાં હરિયાણાના સીએમ તરીકે શપથ લીધા હતા. ગત ચૂંટણીમાં ભાજપે હરિયાણાની તમામ 10 બેઠકો જીતી હતી. લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે.