December 3, 2024

હાર્દિક પટેલની વિરમગામ શહેરને 4 કરોડના વિકાસકામોની ભેટ

hardik patel viramgam 4 crore lokarpan bhumipujan

હાર્દિક પટેલે ભૂમિપૂજન કર્યું

વિરમગામઃ વિરમગામ શહેરની ઐતિહાસિક ધરોહર એવા આધુનિક ટાવરના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. રૂપિયા 40 લાખના ખર્ચે ટાવર અને લાયબ્રેરીનું કામ થશે તેમજ ચોક્સી બજારથી શેરેશ્વર દરવાજા સુધી રૂપિયા 45 લાખના નવા આરસીસી રોડનું કામ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત વિરમગામના પ્રખ્યાત શહીદ બાગની જાળવણી માટે રૂપિયા 30 લાખની કમ્પાઉન્ડ દિવાલનું કામ તથા હાંસલપુર-મેલડીનગરમાં રૂપિયા 2.70 કરોડના ખર્ચે નવીન પાઇપ લાઈનના કામનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું.

આ કામોથી વિરમગામને વિકાસ કાર્યોમાં વધુ વેગ મળશે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સદસ્યોએ હાજરી આપી હતી. વર્ષ ૧૯૪૬ માં ગોર મનસુખરામ જેશંકર ટ્રસ્ટ તરફથી ટાવર બનાવવામાં આવ્યું હતું તેમના પરિવારનું મંચ પરથી સન્માન કરવામાં આવ્યું.