November 10, 2024

માંડલના માનપુરા ગામે 51 લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ

હાર્દિક પટેલે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

વિરમગામઃ માંડલ તાલુકાના માનપુરા ગામે રૂપિયા 51 લાખના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.

23 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ટ્યૂબવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે 17 લાખના ખર્ચે તૈયાર થનાર પાણીની ટાંકી, 7 લાખ રૂપિયાની ગટર લાઈન અને 4.25 લાખના આરસીસી રોડનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોને સંબોધન કર્યું હતું. વિકાસ કામોમાં નાત-જાત કે ગામ નથી જોવાતા માત્ર સૌનો સાથ, સૌનો વિકાસ મંત્રને સાકાર કરવાનું કામ કરી રહ્યો છું.