December 24, 2024

ગુજરાત ગૌણ સેવા મંડળે પરીક્ષાની નવી તારીખ કરી જાહેર

મલ્હાર વોરા, ગાંધીનગર: મલ્હાર વોરા, ગાંધીનગર: આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની મોકુફ રાખેલી પરિક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ પરિક્ષાઓ આગામી 11, 13, 14, 16 ,17 અને 20 મે ના રોજ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે આ પરીક્ષા માટે ઉમેદવાર 8મે ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ ઉપરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણીના કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પરિક્ષા મોકુફ રાખી હતી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ગુજરાત બોર્ડ સેવા વર્ગ ત્રણના ગ્રુપ એની પ્રથમ તબક્કાની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી હતી. જેમાં પહેલી એપ્રિલથી પરીક્ષાનો આરંભ થયો હતો, પરંતુ 19 એપ્રિલ સુધી પરીક્ષા યોજાઈ. ત્યારબાદ ચૂંટણી પંચે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને પત્ર લખીને અન્ય પરીક્ષાને મોડી રાખવાની સૂચના આપી હતી. જેના કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 20, 21, 27, 28 એપ્રિલ સહિત 4 અને 5 મેં ની પરીક્ષાઓ મોકૂફ રાખવાનું નિર્ણય કરવામાં આવ્યો હતો અને આ નિર્ણયની જાણ પણ ઉમેદવારોને કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમેરિકામાં ગોલ્ડી બ્રારની હત્યા! સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસનો હતો માસ્ટરમાઇન્ડ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવે આ મામલે આજે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212 હેઠળ ગુજરાત ક્લાસ 3 ની ગ્રુપ એ અને બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5,544 જગ્યા ઉપર સીધી ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જોકે આ પરીક્ષાની જાહેરાત લોકસભાની ચૂંટણી પહેલા જ કરી દેવામાં આવી હતી. જેથી આચાર સહિતનો ભંગ ન થાય અને પરીક્ષા પણ સમયસર લેવામાં આવતી હતી, પરંતુ ચૂંટણી પંચ દ્વારા 18 એપ્રિલના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને પત્ર લખીને હવે પછીની પરીક્ષાઓ ચૂંટણી સુધી ન યોજવાની જાણકારી હતી.

એ બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 19 એપ્રિલ સુધી પરીક્ષાનું આયોજન કર્યું હતું, પરંતુ ત્યારબાદની તમામ પરીક્ષાઓ એટલે કે સાત મે સુધીની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનું નિર્ણય કર્યો હતો, પરંતુ આજે પૂર્ણ પરીક્ષાની નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જેમાં 11 તારીખથી પરીક્ષાનો આરંભ થશે અને ઉમેદવારો 8 મીના રોજ ઓજસ વેબસાઈટ ઉપરથી પોતાનો કોલ લેટર કાઠી શકશે. આ ઉપરાંત કેટલાક ઉમેદવારોએ ગુજરાત સેવા પસંદગી મંડળને રજૂઆત કરી હતી કે તેમના પોસ્ટલ એડ્રેસ પ્રમાણે જ પરીક્ષા કેન્દ્ર ફાળવવું તે પ્રકારની માંગ કરી હતી. જેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોની માંગનો સ્વીકાર કરીને તેમના પોસ્ટલ એડ્રેસની નજીક જ પરીક્ષા કેન્દ્ર ફાળવ્યું છે.