September 15, 2024

ગુજરાત માથે વરસાદી આફત, આગામી 5-7 કલાક ભારે વરસાદની આગાહી,

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે, ગુજરાતીઓને હજુ થોડા દિવસ વરસાદથી રાહત મળે તેવા સંકેત નથી જોવા મળી રહ્યા. એવામાં હવામાન નિષ્ણાત દ્વારા આગામી 5 થી 7 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભરેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, હવામાન નિષ્ણાંત કિંજલ છાયાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે આગામી 5થી 7 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આગાહી મુજબ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના ભરૂચ, આમોદ, જંબુસર, દહેજ, હાંસોટ, વાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો, સૌરાષ્ટ્રમાં ભાવનગર, ધોધા, સિહોર, પાલીતાણા, વલભ્ભીપુર, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, બગસરા, અમરેલી, જેતપુર, જૂનાગઢ, રાપર, ભચાઉંમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુમાં મધ્ય ગુજરાતના અમદાવાદ, વિરમગામ, ધોળકા, વડોદરા, દાહોદ, લુણાવાડા, રાજપીપળા, બોડેલી, ખંભાત, તારાપુર, આણંદ, બોરસદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણાજિલ્લાના પાલનપુર, મોડાસા, માલપુર, બાયડ, ઈડર, ચોટીલા, રાજકોટ, વડનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગહીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતની નદીઓમાં આવતીકાલથી પાણી ઘટવાની આગાહી પણ કરવામાં આવી છે.