September 15, 2024

હવામાન વિભાગની નવી આગાહી, 5 દિવસ મેઘરાજા ભૂક્કા બોલાવશે

અમદાવાદઃ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં અત્યંત ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં છૂટાછવાયાં સ્થળો પર ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

3જી સપ્ટેમ્બરે ભરૂચ, સુરતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

5 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 6 સપ્ટેમ્બરે વરસાદનું જોર ઘટશે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપ્યું છે. 7 સપ્ટેમ્બરે નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો અલર્ટ આપવામાં આવ્યું છે.