May 18, 2024

ગુજરાતના મતદારોનો મૂડ ફેસ ટુ ફેસ, જુઓ સાંજે 7 વાગ્યાથી LIVE Update

અમદાવાદઃ લોકસભા ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ન્યૂઝ કેપિટલ ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં સૌથી પહેલીવાર લાવી રહ્યું છે ઓન કેમેરા ફેસ ટુ ફેસ મતદારોનો મૂડ. ગુજરાત રાજ્યની કુલ 26 બેઠકમાંથી એક બેઠક તો સુરતમાંથી BJP બિનહરીફ જીતી ગયું છે. ત્યારે 25 બેઠક માટે 7મી મેના દિવસે મતદાન યોજાવવાનું છે. લોકશાહીના આ મહાપર્વને લઈને પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મતદારોનો મૂડ જાણવા માટે અમારી ટીમના બે સંવાદદાતાએ આખા ગુજરાતમાં ભ્રમણ કર્યું હતું. આ યાત્રા દરમિયાન તેમણે ઠેર-ઠેર ગામડાંઓમાં, શહેરોમાં, જાહેર જગ્યાઓએ જઈને મતદારોને સવાલો પૂછ્યા હતા અને તેમની પાસેથી માહોલ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં પાંચ મુદ્દા સૌથી વધુ અસરકારક અને મુખ્ય રહ્યા હતા. તેમાં વિકાસ, મોંઘવારી, વેપાર, ભાજપ 400 પાર અને કોંગ્રેસની વાત કરી હતી.

ગુજરાતમાં ચાર ઝોનમાં તમામ સીટને વહેંચવામાં આવે છે

ઉત્તર ઝોન

  • ગાંધીનગર
  • પાટણ
  • મહેસાણા
  • સાબરકાંઠા
  • બનાસકાંઠા

સોરાષ્ટ્ર-કચ્છ ઝોન

  • રાજકોટ
  • પોરબંદર
  • જામનગર
  • કચ્છ
  • જૂનાગઢ
  • અમરેલી
  • ભાવનગર
  • સુરેન્દ્રનગર

મધ્ય ઝોન

  • અમદાવાદ પૂર્વ
  • આણંદ
  • ખેડા
  • દાહોદ
  • પંચમહાલ
  • વડોદરા
  • છોટા ઉદેપુર
  • અમદાવાદ પશ્ચિમ

દક્ષિણ ઝોન

  • ભરૂચ
  • બારડોલી
  • નવસારી
  • સુરત
  • વલસાડ