September 14, 2024

ગુજરાતને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે આર્મીની 6 કોલમ ફાળવી

ગાંધીનગરઃ ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની 6 કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી છે.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. કેટલાક જિલ્લાઓમાં રેડ તો કેટલાક જિલ્લામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. ડીસા નજીક ડિપ ડિપ્રેશન બનતા રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે.

મોન્સૂન ટ્રફ, ઑફશોર ટ્રફ સક્રિય થતા આજે સૌરાષ્ટ્રમાં અસાધારણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 ઓગસ્ટના રોજ પણ સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપ્યું છે.

રાજ્યના અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

29 ઓગસ્ટે ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે. ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે પંચમહાલમાં 35 cm અને મોરબીમાં 36 cm અસાધારણ વરસાદ નોંધાયો હતો. દરિયામાં પ્રિકોશનના ભાગરૂપે LC 3 સિગ્નલ આપવામાં આવ્યું છે.