November 3, 2024

ચોટીલાના હબીયાસર ગામ પાસે નવો પુલ ધરાશાયી, પત્તાનાં મહેલની માફક તૂટ્યો

Gujarat Rain: સમગ્ર ગુજરાતમાં શનિવાર સાંજથી પડી રહેલા વરસાદે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ ઊભી કરી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં અનારધાર પડી રહેલા વરસાદે મોટી મુશ્કેલીઓ ઊભી કરી છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અલગ અલગ વિસ્તારમાં અણબનાવ બની રહ્યા છે. ચોટીલાના હબીયાસર ગામ પાસે પૂલ પત્તાના મહેલની માફક તૂટી પડ્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે.

અનેક જગ્યાએ મુશ્કેલી સર્જાય
રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ મુશ્કેલીઓ પડી રહી છે. છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક જગ્યાએ ક્ષો ધરાશાયી થવાના, ક્યાંક રોડ બેસી જવા અને કાર તણાઈ જવાના બનાવો સામે આવ્યા છે. ચોટીલાના હબીયાસર ગામ પાસે પૂલ પત્તાના મહેલની માફક તૂટી પડ્યો હતો જેનો વીડિયો આજૂબાજૂમાં રહેલા લોકોએ ઉતારી લીધો હતો. જે હાલ વાયરલ થઈ રહ્યો છે. પુલ તૂટી પડતાં હબીયાસર અને ઝુંપડા,નાનીયાણી ગામ તરફનો સંપર્ક તૂટી ગયો છે.

આ પણ વાંચો:  હીરણ – 2 ડેમના વધુ 3 દરવાજા ખોલવામાં આવ્યાં

સૌરાષ્ટ્ર પંથકમાં પાણીએ વધારી પરેશાની
સમગ્ર ગુજરાતમાં શનિવાર સાંજથી પડી રહેલા વરસાદે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ ઊભી કરી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં અનારધાર પડી રહેલા વરસાદે મોટી મુશ્કેલીઓ ઊભી કરી છે. ગ્રામ્યપંથકને જોડતા રસ્તા ધોવાયા છે તો શહેરમાં કેટલાક રસ્તાઓ હંગામી ધોરણે બંધ કરાયા છે. સૌરાષ્ટ્રના ગઢડા તાલુકાના માલપરા-ખીજડીયા વચ્ચે આવેલી કાળુભા નદીના શક્તિશાળી વહેણમાં કાર તણાઈ ગઈ હતી. આ કારમાં અંદર આઠ વ્યક્તિઓ બેઠા હતા. જોકે, રાહતના વાવડ એ છે કે, તમામ વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે. બીજી તરફ જેતપુર નજીક રૂપાવટી ગામે એક યુવાન વહેણ સાથે તણાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. રૂપાવટી ગામ નજીક ફૂલઝર નામની નદી વહે છે. જેના વહેણમાં આ યુવાન તણાયો હોવાની વિગત સાંપડી છે. સતત અને સખત વરસાદને કારણે આખા ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે ભારે કરંટ અને તાણ સાથે વહી રહી છે.