નવી 9 મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની નિયુક્તિ, જાણો કોને-કોને સોંપી જવાબદારી
ગાંધીનગરઃ ગુજરાતમાં 9 મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ત્યાં મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મોરબી, આણંદ, નડિયાદ, વાપી, મહેસાણા, સુરેન્દ્રનગર, નવસારી, પોરબંદર અને ગાંધીધામનો સમાવેશ કરવામાં આવે છે.
મોરબી મહાનગરપાલિકા – સ્વપ્નિલ ખરે
આણંદ મહાનગરપાલિકા – મિલિન્દ બાપણા
નડિયાદ મહાનગરપાલિકા – મિરાન્ત જતિન પરીખ
વાપી મહાનગરપાલિકા – યોગેશ ચૌધરી
મહેસાણા મહાનગરપાલિકા – રવિન્દ્ર ધ્યાનેશ્વર ખટલે
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા – જી.એચ. સોલંકી
નવસારી મહાનગરપાલિકા – દેવ ચૌધરી
પોરબંદર મહાનગરપાલિકા – એચ.જે. પ્રજાપતિ
ગાંધીધામ મહાનગરપાલિકા – એમ.પી. પંડ્યા