November 26, 2024

આ લોકો માટે ખુશખબર, પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું, LPG પર પણ મોટી રાહત

Petrol Diesel Rates: મહારાષ્ટ્ર સરકારે મોંઘવારીને કારણે મોટી રાહત આપી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે મુંબઈ ક્ષેત્ર માટે ડીઝલ પરનો ટેક્સ 24% થી ઘટાડીને 21% કરવામાં આવી રહ્યો છે. તેનાથી ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો થશે અને પેટ્રોલ પર ટેક્સ 26% થી ઘટાડીને 25% કરવામાં આવી રહ્યો છે, જે અસરકારક રીતે પેટ્રોલના દરમાં 65 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરશે. નોંધનીય છે કે, હાલ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 92.15 રૂપિયા છે. નવી રાહત બાદ પેટ્રોલની કિંમત ઘટીને 103.66 રૂપિયા થઈ જશે. તે જ સમયે, ડીઝલની કિંમત ઘટીને 90.08 રૂપિયા થઈ જશે.

દર વર્ષે 3 મફત JPG સિલિન્ડર
મહારાષ્ટ્ર સરકારની અન્ય કલ્યાણકારી યોજનાની જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે ‘મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના’ હેઠળ 5 સભ્યોના પાત્ર પરિવારને દર વર્ષે 3 એલપીજી સિલિન્ડર મફતમાં મળશે. નોંધનીય છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શુક્રવારે વિધાનસભામાં રાજ્યનું વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં મહિલાઓને માસિક રૂ. 1500 આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ ભથ્થું 21 થી 60 વર્ષની વયની મહિલાઓને મળશે.

છોકરીઓ માટે પણ યોજના
નાણા મંત્રાલયનો કાર્યકાળ સંભાળી રહેલા અજિત પવારે વિધાનસભામાં પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે ‘મુખ્યમંત્રી માઝી લડકી બહિન યોજના’ જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવશે. રાજ્યમાં ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના ચાર મહિના પહેલા તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આ યોજના માટે વાર્ષિક અંદાજપત્રીય ફાળવણી 46,000 કરોડ રૂપિયા હશે. અજિત પવારે એમ પણ કહ્યું હતું કે રાજ્યના 44 લાખ ખેડૂતોના વીજળી બિલના બાકી લેણાં માફ કરવામાં આવશે.