હોળી પછી સોનું થયું મોંઘુ, જાણો આજનો ભાવ

Gold Price: છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. હોળી બાદ તરત સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. જેના કારણે એક નવો રેકોર્ડ બન્યો છે. સ્થાનિક બજારમાં, MCX પર સોનાનો ભાવ 88,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ટોચે પહોંચ્યો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તે ઔંસ દીઠ $3,004.90 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ વર્ષના સોનાના ભાવમાં લગભગ 14 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.1,01,999ના નવા રેકોર્ડ પર પહોંચી ગયો છે. હવે તમને થતું હશે કે ભાવમાં આટલો ઝડપી વધારો કેમ થઈ રહ્યો છે. આવો જાણીએ.
આ પણ વાંચો: IPL 2025ની પહેલી મેચમાં KKR અને RCB બંનેમાંથી કોનું પલડું ભારે? જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ
ભાવ આટલો ઝડપથી કેમ વધ્યા?
સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. યુએસ રાષ્ટ્રપતિના ટેરિફ નિર્ણયોમાં વધઘટથી વૈશ્વિક વેપાર પર અસર જોવા મળી રહી છે. જેના કારણે સોનાની માંગમાં વધારો થઈ રહ્યો છે. : આ વર્ષે ડોલર ઇન્ડેક્સ 4 ટકાથી વધુ ઘટ્યો જેના કારણે રોકાણકારો માટે બેસ્ટ ઓપ્શન સોનું બન્યું છે. વૈશ્વિક કેન્દ્રીય બેંક પણ સતત સોનાની ખરીદી કરી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે 1000 ટનથી વધુ સોનું ખરીદવામાં આવી રહ્યું છે. વૈશ્વિક વેપાર નીતિઓમાં અનિશ્ચિતતાને કારણે રોકાણકારો ઇક્વિટીમાંથી સોના તરફ સ્થળાંતર કરી રહ્યા છે.