November 22, 2024

વિધાનસભા ગૃહમાં ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યો ડ્રગ્સનો મુદ્દો

ગાંધીનગર: વર્ષ 2024-25નું ગુજરાત સરકારે બજેટ પણ રજૂ કરી દીધુ છે, અને અત્યારે ચર્ચાનો દૌર યથાવત છે. બજેટ સત્રમાં હાલમાં જ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાનું ભાષણમાં અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેની બેને વિધાનસભા ગૃહમાં ડ્રગ્સ મામલે વાત કરી હતી. તેમને જણાવ્યું કે રાજનીતિ નહીં પરંતુ રાષ્ટ્રવાદ તરીકે ડ્રગ્સ મુદ્દે લડવાનું છે.

મળતી માહિતી અનુસાર વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમા તેણે અદાણી પોર્ટ પરથી ડ્રગ્સ પકડાતા સરકારે ફરિયાદ દાખલ કરી છે. તેમને જણાવ્યું કે ડ્રગ્સ પકડ્યું અને પકડાયું તેમા ફરક છે. વધુમાં તેમણે કહ્યું કે અદાણી પોર્ટથી ડ્રગ્સ બાતમીના આધારે પકડ્યું હતું. છેલ્લા બે વર્ષમાં રેકોર્ડ બ્રેક ડ્રગ્સ પકડાયું છે. આ સિવાય ગેની બેને કહ્યું કે સમગ્ર દેશ સહિત ગુજરાત ડ્રગ્સમાં સેફ છે. તેમજ આપણે રાજનીતિ નહીં પરંતુ રાષ્ટ્રવાદ તરીકે ડ્રગ્સ મુદ્દે લડવાનું છે.

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભૂપેન્દ્ર પટેલ સરકારની કામગીરીને લઇને સવાલો ઉઠાવ્યા હતા. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આજે બજેટની પૂરક માગણીની ચર્ચા દરમિયાન સરકાર પર નિશાન સાધ્યું હતું અને તેમને કહ્યું કે, રાજ્યમાં નવા બ્રિજ અને બની રહેલા બ્રિજ પડી જાય છે અને લોકોના મૃત્યુ થયા છે. તેમણે એવું પણ કહ્યું હતું કે રાજ્યની સરકારી કચેરીઓના મકાનો જર્જરિત છે, કેટલાક તો બંધ કર્યા છે. પૂરતા ઓરડા અને શિક્ષકો શાળાઓમાં નથી, તેમને કહ્યું કે, રાજ્યમાં શિક્ષણમાં સુધારો લાવવાની જરૂર છે. ગેનીબેન ઠાકોરે જણાવ્યુ કે, રાજ્યના તમામ 182 ધારાસભ્યો, સચિવો અને તમામે પોતાના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવા જોઈએ. જો આપણને જ એમા ભરોસો નહીં હોય તો સુધારો ક્યારે આવશે. આ ઉપરાંત ગેનીબેન ઠાકોરે સરકારની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.