કલોલની 3307 ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, સોશિયલ મીડિયા પરથી મોનિટરિંગ કરી ઝડપી પાડ્યો

ગાંધીનગરઃ કલોલની 3307 ગેંગનો મુખ્ય સૂત્રધારની પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા ઘણા સમયથી કલોલ શહેરમાં આ ગેંગ સક્રિય હતી. પોલીસે સોશિયલ મીડિયા ઉપર મોનિટરીંગ કરી ગેંગના મુખ્ય સૂત્રધાર સાથે અન્ય અસામાજિક તત્વોની ધરપકડ કરી છે.

અગાઉ પોલીસે આ ગેંગના 8 સભ્યો સહિત સૂત્રધારની ધરપકડ કરી હતી. તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ વીડિયોના માધ્યમથી રીઢા ગુનેગાર ગૌતમ ઠાકોરની ધરપકડ કરી છે.

પોલીસ કસ્ટડીમાં આવતા રીઢા ગુનેગાર ગુનો નહીં કરે તેવી શપથ લીધી છે. આજ પછી હથિયાર સાથે કોઈ વીડિયો ઉપલોડ ન કરવાનું રીઢા ગુનેગારે જણાવ્યું છે. કલોલ સીટી પોલીસે 3307ની ગેંગના બાકીના સભ્યોને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.