June 30, 2024

ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે આર્થિક સહાય જાહેર કરવા પત્ર

મલ્હાર વોરા, ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા બે દિવસથી કમોમસી વરસાદ થતાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. ત્યારે હજુ આગામી બે દિવસ વરસાદી માહોલ રહેતા ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે ખેડૂતોની ચિંતાને ધ્યાને રાખીને બોટાદના આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, ભાવનગર જિલ્લામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, તેની સરકાર ખેડૂતોને આર્થિક સહાય જાહેર કરે.

રાજ્યમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોમસી વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં ધૂળની ડમરીઓ સાથે ભારે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણાએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પત્ર લખીને રજૂઆત કરી હતી કે, ભાવનગર જિલ્લામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન નિષ્ણાંતોની આગાહી

જો કે, ઉમેશ મકવાણાએ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગરમાં બે દિવસ પહેલાં થયેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા અને ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. જેથી સરકાર ભાવનગર જિલ્લામાં થયેલા ખેડૂતોના નુકસાનનો સર્વે કરીને તેમને આર્થિક સહાય જાહેર કરે છે.