July 4, 2024

પહેલી જ WPLમાં રચાયો અનોખો ઇતિહાસ!

અમદાવાદ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને હરાવીને વુમન્સ પ્રીમિયર લીગ 2024નું જીત પોતાના નામે કરી છે. આ મેચની ખાસ વાત એ હતી કે આ ટીમને જીત તો મળી પરંતુ તેની સાથે તેમની ટીમના મોટા ભાગના ખેલાડીઓએ એવોર્ડ જીત્યા છે. જાણો કોને મળ્યા આ એવોર્ડ.

નિર્ણય લીધો
RCB ટીમે દિલ્હી કેપિટલ્સ ટીમને 8 વિકેટથી હરાવીને WPL 2024નું ટાઇટલ જીત્યું છે. દિલ્હી કેપિટલ્સ ટીમે શરૂઆતમાં જ એક ભૂલ કરી દીધી હતી. જે ભૂલ હતી કે તેણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે તેમના માટે મોટી ભૂલી કહી શકાય તેવો નિર્ણય હતો. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે RCBને જીતવા માટે 114 રનનો ટાર્ગેટ આપ્યો હતા. જેના જવાબમાં RCBએ સરળતાથી ટાર્ગેટને પાર કર્યો હતો.

પ્રથમ વખત ઘટના
વિમેન્સ પ્રીમિયર લીગના અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલી વખત આ રેકોર્ડ RCBની ટીમે બનાવ્યો છે. જેમાં કોઈ ટીમે WPL ટાઈટલ જીત્યું હોય અને તે જ ટીમના ખેલાડીઓએ ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પણ આજ ટીમે જીતી હોય. એલિસ પેરીએ આરસીબી તરફથી ઓરેન્જ કેપ જીતી છે તેમણે WPL 2024માં સૌથી વધુ રન બનાવ્યા હતા. શ્રેયંકા પાટીલેનું પણ જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેમણે આ મેચની સિઝન દરમિયાન સૌથી વધુ વિકેટ લીધી છે. જેના કારણે તેને પર્પલ કેપની સાથે મર્જિંગ પ્લેયરનો એવોર્ડ પણ તેના નામે થયો છે. પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ સોફી મોલીનેઉને પોતાના નામે કર્યો છે.

એવોર્ડ જીત્યા
મહત્વની વાત એ છે કે RCBએ WPL 2024માં ટાઈટલ તો જીત્યું છે, પરંતુ તેની સાથે સાથે આ પછી RCBના ખેલાડીઓએ ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન, પ્લેયર ઓફ ધ મેચ ફાઇનલમાં સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન અને ફેર પ્લે એવોર્ડ પણ જીત્યા છે.