December 12, 2024

માત્ર 2 વિકેટ ઓછી હોવાને કારણે ખેલાડી 5 લાખ રૂપિયા જીતવાનું ચૂકી ગઈ!

અમદાવાદ: RCBની ટીમે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવી WPL 2024નો ખિતાબ પોતાના નામે કર્યો છે. RCBના ખેલાડીઓએ WPL 2024માં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ WPL 2024માં સૌથી વધુ વિકેટ લેનાર RCB ટીમની ખેલાડી બોલર શ્રેયંકા પાટીલ છે. જેના કારણે તેમના નામે પર્પલ કેપ છે.

શાનદાર પ્રદર્શન
RCBની ટીમના તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમાં પણ RCBનું ફાઈનલમાં ખાસ પ્રદર્શન જોવા મળ્યું હતું. તમને જણાવી દઈએ પહેલી વખત RCBની ટીમે પ્રથમ વખત WPL ટાઈટલ જીત્યું છે. ગયા વર્ષના WPLમાં RCBની ટીમ કંઈ ખાસ કરી શકી ના હતી. પરંતુ આ વખતે તો જોરદાર પ્રદર્શન કરીને તમામને ચોંકાવી દીધા છે. RCBની ટીમે જીતના ટાઈટલની સાથે બીજા ઘણા એવોર્ડ આ ટીમના ખેલાડીઓએ જીત્યા છે. આ વખતે માત્ર આરસીબીના ખેલાડીઓએ ઓરેન્જ કેપ અને પર્પલ કેપ જીતી છે.

સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ
WPL 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો તેમાં પહેલા એલિસ પેરીનું નામ છે, તેમણે 347 રન બનાવ્યા છે. બીજા નંબર પર મેગ લેનિંગ છે તેમણે 331 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર શેફાલી વર્મા છે તેમણે 309 રન બનાવ્યા છે. ત્યાર બાદ સ્મૃતિ મંધાનાનું નામ આવે છે તેમણે 300 રન બનાવ્યા છે. પાંચમાં નંબરમાં દીપ્તિ શર્મા આવે છે તેમણે 295 રન બનાવ્યા છે.

વિકેટ લેનાર ખેલાડીઓ
WPL 2024માં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો સૌથી પહેલા શ્રેયંકા પાટીલનું નામ આવે છે તેમણે 13 વિકેટ લીધી છે. બીજા નંબર પર આશા શોભના આવે છે તેમણે 12 વિકેટ લીધી છે, તેમની સાથે આ મેચ દરમિયાન સોફી મોલીન્યુએ પણ 12 વિકેટ લીધી હતી. મેરીજેન કપ્પે આ મેચ દરમિયાન 11 વિકેટ લીધી હતી.

2 વિકેટ ઓછી રહી ગઈ
WPL 2024માં સૌથી વધુ વિકેટ  RCBની આશા શોભનાએ લીધી હતી. WPL 2024માં 12 વિકેટ લીધી હતી અને તે શ્રેયંકા પાટિલ કરતાં માત્ર એક વિકેટ પાછળ રહી ગઈ હતી. જો તેમણે આ સિઝનમાં ખાલી 2 વિકેટ લીધી હોત તો તેને પર્પલ કેપની સાથે 5 લાખ રુપિયા મળ્યા હોત. ફાઈનલ મેચની વાત કરવામાં આવે તો તેણે 3 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી.