મહાકુંભ મેળામાં આગ: ગીતા પ્રેસના 180 ટેન્ટ સળગ્યા, એક સાધુની રૂપિયા 1 લાખની નોટો પણ બળી ગઈ
Maha Kumbh Fire News: પ્રયાગરાજમાં મહાકુંભના મેળા વિસ્તારમાં રવિવારે સાંજે લગભગ સાંજે 4:30 વાગ્યે આગ લાગી હતી. શાસ્ત્રી બ્રિજ પાસે સેક્ટર 19માં ગીતા પ્રેસના કેમ્પમાં આગ લાગી હતી. આગમાં ગીતા પ્રેસના 180 ટેન્ટ બળીને ખાખ થઈ ગઈ હતા. રસોઈ બનાવતી વખતે સિલિન્ડર ફાટ્યો હતો. આ પછી એક બાદ એક ઘણા સિલિન્ડર ફાટ્યા હતા.
ગીતા પ્રેસના ટ્રસ્ટીએ કહ્યું- 180 ટેન્ટ બળી ગયા છે
ગીતા પ્રેસના ટ્રસ્ટી કૃષ્ણ કુમારએ જણાવ્યું હતું કે, “લગભગ 180 ટેન્ટ બાંધવામાં આવ્યા હતા. અમે તેને ખૂબ જ કાળજીપૂર્વક બનાવ્યા હતા. બધાને મનાઈ કરવામાં આવી હતી કે કોઈપણ પ્રકારનું ફાયર વર્ક ન કરવામાં આવે. અમે જ્યાં બાઉન્ડ્રી બનાવી હતી ત્યાંથી એક ગોળાકાર વિસ્તાર હતો. ખબર નહીં પ્રસાશને આ જગ્યા કોને આપી. એ તરફથી આગની કંઈક વસ્તુ આવી અને બધે જ આગ ફેલાઈ ગઈ. અમારી પાસે કંઈ બચ્યું નથી, બધું જ બળી ગયું છે. અમારું રસોડું ટીન શેડનું હતું, તે કોંક્રીટનું હતું.”
#WATCH प्रयागराज, उत्तर प्रदेश: गीता प्रेस के ट्रस्टी कृष्ण कुमार खेमका ने बताया, "लगभग 180 कॉटेज बने हुए थे। हमने बहुत सावधानी से बनाया। सभी को मना किया गया कि किसी प्रकार का अग्नि का कोई काम ना करें। जहां हमने सीमा बनाई उसके पार सर्कुलेटिव एरिया घोषित की गई थी। पता नहीं प्रशासन… pic.twitter.com/lmYGpRY8GS
— ANI_HindiNews (@AHindinews) January 19, 2025
મંત્રી એકે શર્માએ ગીતા પ્રેસ સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી
ઉત્તર પ્રદેશ સરકારના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી એકે શર્મા ગીતા પ્રેસ સાથે જોડાયેલા લોકોને મળ્યા. તેમણે આગના કારણે થયેલા નુકસાનનો પણ હિસાબ લીધો હતો.
એક કલાકમાં આગ પર કાબૂ
આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની 12 ગાડીઓ મોકલવામાં આવી હતી, જેણે એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. એક સાધુની 1 લાખ રૂપિયાની નોટો પણ બળી ગઈ હતી. લગભગ 500 લોકોને આગમાંથી બચાવી લેવાયા છે.
આ પણ વાંચો:મહાકુંભ મેળામાં લાગેલી આગ પર કાબુ, CM યોગી ઘટનાસ્થળે પહોંચ્યા
PM નરેન્દ્ર મોદીએ CM યોગી સાથે વાત કરી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ પણ સીએમ યોગીને ફોન કરીને ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવી હતી. આગની ઘટનાના થોડા સમય પહેલા તેમણે હેલિકોપ્ટરથી મહાકુંભ મેળાના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.