December 5, 2024

વેલેન્ટાઈન વીકમાં કપલ ટ્રિપ માટે બેસ્ટ ટુરિસ્ટ પ્લાન

નવી દિલ્હી: જાન્યુઆરી મહિનો પુરો થઈ ગયો છે અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆત પણ થઈ ગઈ છે. આ મહિનામાં કોઈ મોટા હોલી ડે વિકેન્ડસ જેવું તો નથી, પરંતુ આજ મહિનામાં વેલેન્ડાઈન ડે જેવા ઘણા ડે આવી રહ્યા છે. આ સાથે જ ઘણી જગ્યાએ વાતાવરણમાં ઠંડક ઓછી થઈ ગઈ છે. જો તમે પણ ફેબ્રૂઆરીમાં સોલો કે કપલ ટ્રિપ કરવાનું વિચારી રહ્યા હોવ તો અમે તમારા માટે ફેબ્રુઆરીની બેસ્ટ ટુરિસ્ટ પ્લાન લઈને આવ્યા છીએ.

કુર્ગ
કુર્ગ ભારતની સુંદર જગ્યાઓમાંથી એક છે. એવું પણ કહેવાય છે કે કુર્ગ ભારતનું સ્કોટલેન્ડ છે. કુર્ગમાં સ્કોટલેન્ડ જેવી ઘણી સમાનતાઓ જોવા મળે છે. અહીં પહાડો અને જંગલો તમારુ મન મોહી લેશે. ફેબ્રુઆરી મહિનામાં અહીં ફરવાનો પ્લાન કરવો એકદમ યોગ્ય છે. આ સમયમાં અહીં ના તો ઠંડી લાગે છે અને ના તો ગરમીનો અનુભવ થાય છે. આથી જ મોટા ભાગના પ્રવાસીઓ અહીં ફેબ્રુઆરીમાં ફરવા આવે છે.ખજુરાહો
તમે કલા કારીગરીના પ્રેમી છો તો તમારે મધ્યપ્રદેશમાં આવેલા ખજુરાહોની મુલાકાત અચૂક લેવી જોઈએ. મહત્વનું છેકે, ખજૂરાહો તેના મંદિરો માટે પ્રખ્યાત છે. આ મંદિરની દિવાલો પર બનેલી મૂર્તિઓને બધા લોકો જોવા આવે છે. પર્યટક અહી લક્ષ્મણ મંદિર, પન્ના નેશનલ રિઝર્વ, રાનેહ વોટરફોલ અને અજિગઢનો કિલ્લો જોવાલાયક સ્થળ છે. આ ઉપરાંત ખજૂરાહો ડાંસ ફેસ્ટિવલનો પણ ભાગ બની શકો છો. મહાબલેશ્વર
મહારાષ્ટ્રનું પંચગની ખુબ જ સુંદર હિલ સ્ટેશન છે. અહીંયા ખુબ જ સુંદર પહાડો આવેલા છે. આ ઉપરાંત અહીંનો સુંદર નજારો જોઈને મન પ્રફુલિત થઈ જાય છે. ફેબ્રુઆરી મહિનામાં અહીંનું તાપમાન 20 ડિગ્રીથી વધુ નથી હોતું. આથી લોકો અહીં જવાનું વધારે પસંદ કરે છે. અહીં જવા માટેનો બેસ્ટ રૂટ ટ્રેન છે. અહીં પહોંચવા માટેનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન વાથર છે. અહીં બાગબગીચાની સાથે અનેક પ્રખ્યાત મંદિરો પણ આવેલા છે. તમે પરિવાર સાથે પણ અહીં જવાનો પ્લાન કરી શકો છો.