July 2, 2024

પીએમ મોદીની આ યોજના માટે એલોન મસ્ક શોધી રહ્યા છે પાર્ટનર

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત દિવસોમાં રૂફટોપ સોલર સ્કિમની જાહેરાત કરી હતી. આ નવી યોજનાથી 1 કરોડ ઘરોને મફત વીજળીનો ફાયદો મળશે. આ યોજના પર સરકાર 75 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરશે. જેનો હેતુ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપી એક કરોડ ઘરોમાં અજવાળું પાથરવાનો છે. આ યોજના અંતર્ગત સરકાર લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી સબસીડી મોકલશે. મોદી સરકારની આ ફેવરેટ યોજના માટે અમેરિકાના દિગ્ગજ કાર નિર્માતા કંપની ટેસ્લા ઈંક પાર્ટનરની તલાશમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર, એલોન મસ્કની આગેવાનીવાળી ટેસ્લાએ સરકારને પોતાની યોજના વિશે પહેલાથી જ જણાવી દીધુ હતું.

સબસિડી માટે વિનંતી
ટેસ્લાએ સરકારથી સબસિડી અને બાકીની મદદ માટે વિનંતી કરી છે. ટેસ્લા ઈલેક્ટ્રીક કાર સિવાય સોલર પાવર પ્રોડક્શન અને સ્ટોરેજ માટે ઘણી લોકલ વીજળી પ્રોડક્ટ પણ બનાવે છે. ટેસ્લાની ભારતમાં આ સ્કીમ એવા સમયે આવી છે જ્યારે અમેરિકામાં સોલાર બિઝનેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ડિસેમ્બર ત્રિમાસિકમાં એક વર્ષ પહેલાના 100MW થી 59 ટકાના ઘટાડા સાથે 41 MW થઇ ગઇ છે. રિપોર્ટ અનુસાર, આ વર્ષ 2020 બાદની સૌથી ખરાબ સ્થિતિ છે. આ તરફ ભારત સરકાર તરફથી સોલર પાવર સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે મદદ કરવામાં આવી રહી છે.

ટેસ્લાને કેમ પાર્ટનરની તલાશ છે?
મીડિયા રિપોર્ટ અનુસાર, આ મામલાની જાણકારી રાખનારા એક્સપર્ટનું કહેવું છે કે, આ યોજનામાં પસંદ કરવામાં આવેલા પાર્ટનર તરફથી મેન્યુફેક્ચરિંગ અને ઈંસ્ટોલેશનનું કામ કરવામાં આવશે. ત્યાં જ ટેસ્લા ઈંક તરફથી ટેક્નોલોજી અને સેલ્સ એક્સપાર્ટીઝમાં પ્રોવાઇડર કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, રૂફટોપ સોલર સેગમેન્ટમાં ટાટા પાવર સોલર, અદાણી સોલર, સર્વેટિક સોલર પાવર સિસ્ટમ અને વારી એનર્જી જેવી કેટલીક લોકલ કંપનીઓ પણ સામેલ છે. ટેસ્લા વર્ષ 2016થી રૂફટોપ સોલર બિઝનેસમાં છે. ટેસ્લાની સોલર પેનલ યોજના એવા સમયે આવી છે જ્યારે કંપની પોતાની ઈલેક્ટ્રીક કારને દેશમાં લાવવા માટે ભારત સરકાર પાસે પણ વાતચીત કરી રહી છે. કંપનીએ તેના વાહનો માટે ઓછી આયાત ડ્યુટી દર સહિત અનેક છૂટછાટોની માંગ કરી છે.