Surat : માંગરોળના પીપોદરા GIDCમાં આગની ઘટના, વહેલી સવારે અફરાતફરીનો માહોલ
![](/wp-content/uploads/2024/01/Surat-fire.jpg)
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી રહે છે ત્યારે માંગરોળના પીપોદરા GIDCમાં આગની ઘટના સામે આવી છે. મહાલક્ષ્મી પોલીસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. જેને કારણે વહેલી સવારે અફરા તફરીનો માહોલ બની હતો.
સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર વહેલી સવારે સુરતમાં માંગરોળના પીપોદરા GIDCમાં આગની ઘટના સામે આવી હતી. જેને લઇને દોડઘામ મચી જવા પામી હતી. આ આગ મહાલક્ષ્મી પોલીસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં હતી. વધુમાં ખુલ્લી જગ્યામાં રાખેલ કાપડના વેસ્ટેજમાં આગ લાગી હતી, જોકે આગ લાગવાનું કારણ હાલ સામે આવ્યું નથી. આગ લાગવાને કારણે સુમિલોન સહિત બે ફાયર ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
માંગરોળ તાલુકાના પીપોદરા GIDCમાં કાપડના વેસ્ટેજ ગોડાઉનમાં આગ લાગવાના કારણે દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા. જોકે સુમિલોન ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લીધો હતો.